________________
૨૩૮ યુરેપનાં સંસ્મરણો સ્વીટઝરલાંડ
- આજનો આ દિવસ ફરજીઆત આરામ લીધે. બુધવારે સવારે ઉઠી નિત્ય કર્મથી પરવારી નાસ્તો કર્યો. અહીં સ્વીટઝરલાંડમાં નાસ્તામાં બે જાતની બ્રેડ (કંસા) અને બે બીસ્કીટ, ચા, દૂધ, મધ અને જેલી આપે છે. આ નાસ્તો અનુકૂળ પડે છે. અમે ફર્સ કે ડેડ હીટ લાવવા વીસરી ગયા, નહિ તે અહીંના તાજા દૂધ સાથે બહુ ઠીક પડત. અહીં ગાયનું - દૂધ આપણે ત્યાં ભેંસનું દૂધ આવે છે તેનાથી બેવડું જાડું હોય છે અને બહુ સારું અને તાજું હેય છે. નાસ્તો બધી જગ્યાએ અમે રૂમમાં જ લેતા હતા. ઈન્ટરલોકનના ઉસ્ટ (Ost) સ્ટેશને આવી ટ્રેનમાં બેઠા. વરસાદ ચાલુ હતો. માર્ગમાં નૈસગિક સેંદર્યની વાત શી કરવી! આપણે ત્યાં પંજાબમાં નદીઓને “દરીઆવ' કહે છે તેમ અહીંના સરેવરને see દરિયો કહે છે. સ્પેલીંગમાં જરા ફેર છે (sea નથી) પણ અર્થ એક જ છે. પ્રથમ ઈન્ટરલાકનનું બીજું સરોવર Brien zer see આવ્યું. સરેવર ઉપર વરસાદ પડતે હેય ત્યારે તેની શોભા એર લાગે છે. એને કાંઠે કાંઠે ન ચાલી. વીજળીની ગાડી, ચાલુ પ્રકારની, પણ સગવડવાળી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com