________________
ર૩ઃ યુરેપનાં સંસ્મરણે સ્વીટઝરલાંડ ? પરદેશમાં એક હિંદવાસી મળે ત્યારે બન્નેને ઘણે આનંદ થાય છે. અનુકૂળ સબત મળી હોય તે ઘણા પ્રશ્નોની વિચારણ, ચર્ચા થાય છે. આપણા દેશની દરિદ્ધાવસ્થાને ખ્યાલ સ્પષ્ટ થાય છે, પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી ગ્રાહ્ય ત્યાજ્યને વિવેક કરી શકાય છે, અને એવી એવી ચર્ચાને પરિણામે આપણે અમુક ચોક્કસ નિર્ણય પર આવી શકીએ છીએ.
રવીટઝરલાંડમાં તે જેટલા દિવસ ગાળીએ તેટલા ઓછા છે, પણ દશ દિવસથી ઓછો કાર્યક્રમ તે નજ રાખો અને તેમાં પણ ક્યાં કયાં જવું તેને નિર્ણય કરી રાખવાની જરૂર છે. જેઓ મુસાફરીથી કંટાળીને આવ્યા હોય અથવા માર્ગભૂલેલાની જેમ રખડયા હોય તેમની સલાહ આ મુસાફરીને અંગે નકામી છે. જેઓ ગાઈડ બુકો વાંચી નકશા જોઈ પૂછી સમજી શક્યો હોય અને જેમણે મુસાફરીમાં આનંદ મેળવ્યો હોય તેમની સલાહ લેવી. અહીં મુસાફરીનાં સાધન એટલાં બધાં સારાં અને સુવ્યવસ્થિત છે કે એની માહિતી હોય તે મુસાફરીમાં અગવડનું નામ આવે નહિ.
અમે એક ઘણુ નવાઈ જેવી બાબત જેઈઃ મુસાફરી કરનારમાં અમેરિકન સ્ત્રીઓ ઘણું અને તેમાં પણ ઘણું બુદી સ્ત્રી ઓ હોય છે. શરીર પર લાખોનું ઝવેરાત પહેર્યું હોય અને સાથે એક બે નાની છડીઓ હોય અને વૃદ્ધ છતાં પૂરતા ઉત્સાહથી બધે ફરે અને જુએ. કાતો નાની છોકરીઓ અભ્યાસ કરવા મુસાફરી કરે છે અને કાંતો ઘરડી સ્ત્રીઓ આવે છે. બીજા પુરૂષો પણ ઘણા હોય છે પણ સ્ત્રીઓની સંખ્યા એકંદરે વધારે હોય છે. તેઓ ખાઈ શકે છે પણ ઘણું ઘડપણમાં આટલે ખેરાક કેમ પચતો હશે તે વાતની સમજણ ન પડી પણ જ્યારે અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com