________________
ઇન્ટરલોકન
અજાયબ ટનલ ટેન
૨૩
ફીટ હતી. લગભગ અરધા કલાક બરફ પર ફર્યા, ચારે તરફ જોયું. બરફ જ બધે હતે. દુરનો દેખાવ જેવા દૂરબીનને સારી રીતે ઉપયોગ કર્યો.
પાછા હટેલમાં આવી પોસ્ટકાર્ડ ખરીદ્યાં. આ સ્થાને આવવું મુશ્કેલ એટલે તેની યાદગીરિમાં સંબંધી અને મિત્રોને ચિત્રનાં પિસ્ટકાર્ડ લખ્યાં અને ટપાલમાં પણ અહીંથી જ નાખ્યાં. વધારે લખી શકાય તેમ હતું કારણ કે અહીં અમારે ૩ કલાકને દશ મીનિટ રહેવાનું હતું પણ હાથ અકડાઈ જતા હતા. બારેક કાર્ડ તૈયાર કર્યો અને ત્યાંથી ટીકિટ ખરીદી લગાવી ટપાલમાં નાખ્યા, ચા પીધી અને પાછા લેશીયરને દેખાય છે. આ સ્થાને આવવાને અને જોવાને ઘણા વખતથી મને રથ હતો તે આજે પૂરો થયો.
ગફાઉ ચઢવાની ટ્રેનને આખી દુનિયામાં એક અજાયબ જેવી ચીજ ગણવામાં આવે છે. એની સાથે સરખાવી શકાય એ દુનિયામાં બીજો કોઈ રેલમાર્ગ નથી. ઈજનેરી કળાને નમુને છે અને મુઠીભર સ્વસ લેકોએ તે બનાવી છે. એને અંગે થયેલા મોટા ખરચને પૂગી વળવા ફી આકરી રાખી છે પણ એ વાતને અહીં કોઈ પણ વિચાર કરતું જ નથી. આટલી ઊંચાઈએ આવી સગવડ શક્ય છે એમ પણ કઈ માને નહિ, ઉપર અને બાજુએ બરફની અંદર થઈ રેલવેને લઈ જવામાં અને ત્યાં હટેલ બનાવવા માં જબરું સાહસ કર્યું છે. ઉપર ગયા પછી જે દેખાવ જોવામાં આવે છે તે અવર્ણનીય છે. બરફ ઉપર ચાલવાનું સાહસ સાધન હોય તેજ બની શકે, કારણ કે બરફમાં કેટલીક જગ્યાએ ખાડા હોય છે. એને crevices કહે છે અને એમાં ઉતરી જવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com