________________
૨૩૦
સુરાપનાં સંસ્મરણા
સ્વીટઝરલાંડ
લંચ લઇ લીધું. ત્યાં ખાવાનું બધું મળે છે. આટલી ઊંચાઈએ પણ ખાવાની સગવડ પૂરતી છે.
ગેલેરીમાં આવી દેખાવ જોયેા. ઠંડીથી પગ કળે. ગમ કપડાં ખૂબ પહેર્યાં હતાં, હાથમાં માજા પણ હતાં, પણ ઠંડી ધણી. પછી ઉપર ગયા. ત્યાંથી ચેટા Chateau પર ગયા. બરફ ઉપર પગ લપસી જાય પણ ખૂબ ચાલ્યા. લગભગ ૧૫૦ ફીટ દૂર ગયા. શ્વાસ લેતાં જરા મુશ્કેલી લાગે, પણ ગાઇડ સાથે હેાય એટલે ભય નહિ. ભયવાળી જગ્યાએ Crevicesની ઉપર લાકડા મૂકી રાખેલા હાય છે. પહેરવા માટે જાડા છૂટ અને લાકડી મળે. બરફ ઉપર જાડા છૂટ પહેરી ચાલવું પડે. હાથમાં અણીવાળી લાકડી રાખવાની હાય છે. આ સર્વ વસ્તુ ત્યાં ભાડે પણ મળી શકે છે. ગ્લેશીઅર સામે જોવા કાળાં કે લીલા ચશ્માની પણ જરૂર છે. જો ગઢાઉ જોય,
બરફના ઢગલા, ડુંગરા, ચારે તરફ બરફ્. મારો મિત્ર કેમેરા ભૂલી ગયા હતા પણ એક જર્મને અમારા ફોટા પાડી લીધા. એક બીજી માનુ હતી તેણે પાડયા અને કહ્યું કે હ્યુગાનેામાં તે અમને ફાટાની કોપીઓ જરૂર આપશે. ત્યાં ચારે તરફ દેખાવ જોયેા. ચાલતા ન આવડે તેા સરી જવાય, પગ કળે, પણુ સેંકડા લાકા જોનાર હેય, કાઈ આવતા હાય, કાઇ જતા હાય, એટલે આપણુને કાંઇ લાગે નહિ. જે દેખાવ અહીં જોયે તે આખી જીંદગી સુધી ભૂલાય એમ નથી. તડકા સારા હતા. વાળાને કે વરસાદને ભય તે દૂર થઈ ગયા હતા. ખરફ હાથમાં લઇ ગોળા કરી ફેંકીએ અને ચારે તરફ શાંતિને અને મુસાફરાના હાસ્યના આનંદ અનુભવીએ.
આ ખરૂં ચાંગક્રાઉનું શિખર હતું અને તેની ઉંચાઇ ૧૧૫૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com