________________
૨૨૮ યુરેપનાં સંસ્મરણે સ્વીટઝરલોડ
અદ્ભત નવાઈ ઉત્પન્ન કરે તે આ પ્રદેશ આજે જો. તેનું જે કાંઈ ખ્યાલમાં રહ્યું તેવું વર્ણન નીચે કર્યું છે. એનું ખરું વર્ણન તો કોઈ રસાત્મા હોય તે કરી શકે. મેં તે માત્ર ખ્યાલ આવે તેવી થેડી બાબતે લખી છે. ઈન્ટરલોકનનું ઉચ્ચ સ્ટેશન કાલે રાત્રે જે સ્ટેશને ઉતર્યા હતા ત્યાંથી ઘણું દૂર છે, લગભગ બે માદલથી વધારે હશે; પણ અમારી હોટેલ (રિવાઝ)થી ઘણું નજીક હતું. ટ્રેનને ટાઈમ ૮-૪૩ સવારને હતે. નિત્યકર્મ કરી, નાતે લઈ વખતસર સ્ટેશન પર ગયા અને ગાડીમાં બેઠા.
ગાડી પ્રથમથી જ ડુંગર ચઢવા લાગી. શરૂઆતથી જ કુદરરતની અદ્દભુત સીનેરી શરૂ થઈ. અનેક પાણીનાં ઝરણે પૂર જોરથી વહી રહ્યાં હતાં, લીલી ઝાડી અને મોટાં ઝાડે ચારે તરફ દેખાતાં હતાં અને દૂર ગ્લેશીઅર, વાદળાં અને આમ્સ પૂર બહારમાં પ્રકાશી રહ્યાં હતાં. નદી તેના વિશાળ પટમાં આઠ દશ વખત આડી ઉતરી. નદી બહુ જસમાં વહેતી હતી. ખળખળાટ વહેતાં ઝરણુંનો અવાજ અને ચારે તરફની વનરાજીની શાંતિ મંદ પવન અને સામે જંગફાઉના લેશીઅર પર બરફ અને નીચે વાદળાં વાદળાંની ઉપર તડકો; દૂરબીનમાંથી જોતાં પ્રકાશ ઓછો લાગે. પછી તે એક પછી એક ઝરણું આવવા લાગ્યાં. ચારે તરફ ઝરણાં અને રેલવે ઉપર ચઢતી જાય. ગળે ઘંટા બાંધેલી ગાયનું સુંદર સુપુષ્ટ શરીર, તેને તદ્દન જુદી જ જાતને ઘાટ અને મરોડદાર શીંગડાં. ગાડી નોન સ્ટેપ ન હતી એટલે વચ્ચેના કોઈ પણ સ્ટેશને અટક્યા વગર લુટરબ્રુનન આવી પહોંચી.
(૯-૨૫ સવાર ). “યુટર યુનનએ, જર્મન શબ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com