________________
૨૧૮
યુરોપનાં સંરમર
સ્વીટઝરલાંડ
અપચા અથવા પેટના વ્યાધિ માટે અને લીવર તેમજ કીડનીના વ્યાધિ ઉપર એ પાણી ઘણું અકસીર છે અને ડાક્તરે The alkaline mineral waters of montreux નામથી એને દવા તરીકે પણ પીવાનું ફરમાવે છે. આખું શહેર તંદુરસ્તીને નમુન છે અને ખાસ જોવા લાયક છે.
અમે “ગોલ્ફ હેટેલમાં ઉતર્યા હતા. ત્યાં જઈ કેફી પી અમે તુરતજ ૧. ૫૫ ની ગાડી પકડી. સામાન કશો લેવાનું હતું નહિ. અમે જવા નીકળ્યા હતા.
ટેરીટેટના સ્ટેશને ગયા. ત્યાં પ્રથમ રોપરેલવે અથવા કેબલરેલવે જોઈ. એમાં બે ડબા ઉપર નીચે હોય છે. એક ઉતરે એટલે બીજો ચઢે. પાણીના જોરથી અને લેઢાના દેરડા હોય છે તેનાથી એ ચાલે છે. એનું લેવલ પ૭: ૧૦૦ એટલે લગભગ ૫૦ ડીગ્રીના ખૂણે (એંગલે) છે. આપણને તે એ લગભગ સીધીજ ઉપર જતી લાગે. દેરડુ તૂટયું હોય તે બાર વાગી જાય, પણ એમ બનતું નથી. બેસવાને બે બરાબર ખૂણાનો હિસાબ ગણીને આડે બનાવેલો હોય છે એટલે આપણને બે દૂરથી આડે દેખાય પણ અંદર આપણે સીધા બેસી શકીએ. બેસનાર પૂરતી સગવડથી બેસી શકે છે અને ડબા ઉપર ચઢવા માંડે ત્યારે આપણે આડા ચઢતા જઈએ છીએ પણ અગવડ લાગતી નથી.
ગ્લીનું સ્ટેશન (Glion) ૭૪૩ વાર દૂર છે. ત્યાં પાંચ મીનિટમાં ગાડી લઈ જાય છે. તેની ઉંચાઈ ૨૨૭૦ ફીટ છે. નકશામાં લખેલ હોય તે મીટર સમજવા. ૩૯ ઇંચ મીટર થાય. દરેક શહેરની વિગતવાળા નકશાઓ દરેક હોટેલમાં ઘણું ખરું મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com