________________
મેટે
ગોલ્ફ હોટેલ
૨૨૩
વાકેદખાનું છે, ફાંસી દેવાની જગ્યા છે, દેવળ પણ છે અને ભીંતપર ૧૪ મી અને ૧૫ મી સદ્દીનાં ચિત્રો frescos છે. કિલ્લાની બહાર કેટલીક ચીજો મળે છે તે સુવીનીર–સ્મારક તરીકે લોકે ખરીદે છે. અમે પણ કેટલીક ચીજો લીધી.
કિલ્લે જોઈ હોટેલ ગોલ્ફમાં આવ્યા. લંચ લઈ તૈયારી કરી. હેટેલમાં પૂરતી સગવડ હતી. ખાવા પીવાની તે અમને કઈ જગ્યાએ અડચણ પડી જ નહિ, કારણ કે બે ત્રણ શાક-ખાસ કરીને વટાણાં સારાં તાજા મળે, બ્રેડબટર મળે અને- ટ્સ મળે એટલે નિર્વાહ સારી રીતે થઈ શકતો હતો. મુસાફરીની સગવડ તે એટલી બધી છે કે ખાવાની કોઈ ચીજ લાવવી પડે નહિ અને રાજા મહારાજા જેવી સાહેબી ભોગવાય. મુસાફરીમાં ટુવાલ, નેપકીન, બેડીંગ, ભાતાને ડબ, ક્રુટને કરંડીઓ કે પાણીનું વાસણ કાંઈ પણ સાથે રાખવું પડતું નથી.
બપોરે બે વાગે અમારે ટ્રેનમાં બેસી ઈન્ટરકન જવાનું હતું. આખી સ્વીટઝરલાંડની મુસાફરીમાં, એ અમારી નજરે અગ્રસ્થાને હતું, પણ આજે બપોરે વરસાદ થવા માંડે, બે દિવસની મજા ઉડી જતી લાગી. ટાઈમે ટાઈમનું પત્રક હતું તે પ્રમાણે મુસાફરી કરવાની હતી. મુસાફરી (ટુર)ની ગોઠવણ એવી મજાની હોય છે કે હેટલની ટીકિટ, રેલવેની ટીકિટ, જવાના ટાઈમ વિગેરે સર્વ ગોઠવી લખી આપે છે અને તે પ્રમાણે આપણે ચાલવાનું હોય છે. રેલવે તથા હેલની ટીકિટ એક એક ફાડી આપવાની હોય છે. એને “કુકનું વાઉચર' કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com