________________
નેવ'
માર્ગે સાન
શા
પ્રદેશ જોતાં હીરાના કે હીરે જેમાં મઢયો હોય તેવા કિચનમય કાસ્કેટના વખાણ કરવા એમાં જેમ જીવ ભ્રમણામાં પડી જાય તેમ ભ્રમણ ઉત્પન્ન કરે એ આ દેખાવ હતો, એક વિદ્વાને આ સરોવરનું અદ્ભુત વર્ણન કરતાં લખ્યું છે કે –
The natural features of the Lake's setting-in turn smiling, alluring, coquettish, wild, majestic-add still to its charms.
રસ્તે ઘણા ચડઉતર કરવાનાં બંદરે આવે છે. બેસનારા બેસવા તૈયાર થઈ ઊભેલા હોય છે, ઉતરનારા પ્રથમ ઉતરી જાય છે અને બે મિનિટમાં ૭૫-૧૦૦ માણસેની ચઢ ઉતર થાય છે અને સ્ટીમર ચાલવા માંડે છે. આ ફાસ્ટ સ્ટીમર હતી તેથી સાત જ ઠેકાણે ઊભી રહી. એમાં નીઓ (nyon) અને Lusanne (લસાન)ના જાણીતાં સ્થળો આવ્યાં. લુસાન તે જાણીતું સ્થળ છે. આખે રસ્તે ઘણું જેવા જાણવા જેવું દેખાયું. દૂરથી પર્વતના ગગનચુંબી ભવેત શિખરે અને તે ઉપરને બરફ, ચારે તરફ લીલે પ્રદેશ અને શાંત વહેતું જળ-એમાં સ્ટીમર ચાલી જાય અને પછવાડે જળહસો (gulls) ઉડયાં કરે–આ સર્વ મુંગાને પણું બોલતો કરી દે તેવા નિર્દોષ અને નિરવધિ આનંદને પ્રસંગ છે. આ અતિ વિશાળ સરોવર અવર્ણનીય છે. વચ્ચે વચ્ચે શહેરે આવે ત્યારે તે શહેરની બાંધણું, તેની ચેખાઈ અને તેને દમામ અને દેખાવ સીસિલીના નગરને ભૂલાવે તે દૂરથી લાગે છે. કેટલાંક નાનાં મકાનો પર્વતની અંદર દૂર દૂર હોય તેની મેહકતા વધારે લાગે અને કાંઠા ઉપર રેલવે ચાલતી દેખાય ત્યારે સ્ટોરના ઉતારૂઓ તેને જોવા લાગી જાય. અને વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com