________________
ર૧૪ યુરોપનાં સંસ્મરણે સ્વીટઝરલાંડ
સમય ઘેડ હોવાથી ભારે સ્વીટઝરલાંડમાં ઘણી દોડધામ કરવી પડી.
અમે સવારે ૯-૩૦ વાગે જીનેવથી સ્ટીમરમાં બેઠ. સ્ટીમર લગભગ ત્રણ પેસેંજરો બેસે તેવી અને સગવડવાળી હતી. સામાન રાખવાની જગ્યા અલાહેદી હોય છે. બેસવા માટે સુંદર બાંકડાઓ હતા અને જમવાનું સલૂન તે સ્ટીમર રજપુતાનાના સલૂનને ટક્કર મારે તેવું સારું હતું. ફર્સ્ટ અને સેકન્ડ એવા બે કલાસ હતા. ઉપર બેસીએ તે સરેવરને અને આજુબાજુ દેખાવ દેખાયા કરે અને તેમાં બહુ આનંદ થાય તેવું છે.
લેક લેસન. સ્વીટઝરલાંડનું આ મોટામાં મોટું સરોવર છે. એની લંબાઈ ૪૧ માઈલની અને કઈ કઈ જગ્યાએ પહોળાઈ આઠ માઈલ છે. એની ઉંડાઈ સરેરાશ ૧૧૦૦ ફીટ છે. એના પાણીનો રંગ આકાશના રંગ જેવો ભૂરે છે. એક્તાળીસ માઈલની સરેવરની મુસાફરી એટલે સ્કેટલાંડના લોચમેનને વીસરાવે એવી વાત થઈ. સ્ટીમર બરાબર વખતસર ઉપડી. આજુબાજુ જીનેવ શહેર અને પુષ્કળ ઝાડોની વચ્ચે આ રમણીય સરેવર આવી રહેલું છે. એ જળમય પ્રદેશમાં જરા આગળ જઈએ એટલે બન્ને બાજુ પર્વતની હાર અને વચ્ચે નિર્મળ જળપ્રવાહ, પર્વત ઉપર ખેતી, ઝાડ અને ચારે તરફ લીલોતરી -આ કુદરતનું સેંદર્ય જોતાં આ થાકેજ નહિ અને મનને તૃપ્તિ થાય નહિ એવી કુદરતની આ માયા હતી. કુદરતની અનંતતામાં સમાઈ જનાર એ સરેવરે બાઈન, વોલ્ટર, રૂસો તથા ડુમા જેવા અનેક કવિઓને અને લેખકેને પ્રેરણા અર્પી કાવ્યપ્રતિભા પ્રાપ્ત કરવાના પ્રસંગો આપ્યા છે. એક બાજુના ઊંચા ડુંગરે અને બીજી બાજુનો હરિયાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com