________________
બનેવી પ્રજાસંઘ અને મજુરસંઘ ૨૦૯ - જીનેવમાં યુનિવર્સિટિ અને મ્યુઝીઅમનાં મકાને મજાનાં છે. જીનેવનાં ભવ્ય સરોવરના કાંઠા ઉપર લીગ ઓફ નેશન્સનું સ્થાન છે. હાલ છ મોટી સત્તાઓ (Powers) તેમાં ભાગ લે છે. તેનું સેક્રેટરીએટ અહીં છે. તેમાં ચારસો કારક છે. અંગરેજો અને ફ્રેંચ તેમાં આગળ પડતો ભાગ લે છે. અમેરિકાનું યુ. સ્ટેટસ તેમાં દાખલ થઈ શકે પણ મનરે ડેકટ્રીનને લઈને થતું નથી. બાવન પ્રજાઓ, આ સંધમાં સભાસદ તરીકે દાખલ થઈ છે. મેટા મેળાવડા વખતે સર્વ મેંબરપ્રજાના પ્રતિનિધિઓ હાજર થાય છે. એની કાઉન્સીલમાં દશ મેંબરે છે. એને મેળાવડે થાય ત્યારે બહુ મનોહર દેખાવ થાય છે, પણ અત્યારે તેવી મીટિંગ ચાલતી નહતી. એ મીટિંગને બેસવાની જગ્યા તથા કાઉન્સીલ હોલ વિગેરે અમને એક ખાસ માણસે બતાવ્યાં અને લીગ ઓફ નેશન્સને ખરો આશય શો છે તેનું વર્ણન અરધે કલાક કર્યું. એના સુંદર પ્રદેશની સામેનું સરોવર અને તે પછી પર્વતની હારાવળી તપેલાં મગજને પણ શાંત કરે તેવાં છે. એનો ખર્ચ તેના મેંબરે ઉપાડે છે. મજુરમંડળમાં આ લીગમાં મેંબર ન હોય તે પણ ભાગ લે છે. લીગનું કામ સર્વાનુમતે હેય તેજ હાથ ધરવામાં આવે છે. મજુરમંડળ તેની શાખા જેવું છે પણ કેટલીક રીતે સ્વતંત્ર છે. એના મેળાવડાને આ હેવાલ વિગતવાર છપાઈ બહાર પડે છે. આ લીગવાળું મકાન ઘણું ભવ્ય અને આકર્ષક છે અને તેનું સ્થાન જીનેવ પસંદ કરવામાં ઘણું ડહાપણ વાપર્યું છે. કુલ કામકાજ (પ્રોસીડીંગ) કેચ અને અંગરેજી ભાષામાં છપાઈ બહાર પડે છે. મુત્સદ્દી વર્ગમાં અંગરેજી ભાષા આ મેટી લડાઈ પછી પહેલી જ વાર દાખલ થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com