________________
૨૦૮ યુરોપનાં સંસ્મરણે સ્વીટઝરલાંડ જગ્યાએ ક્યરે કે ગંદકી તે જોવામાં જ આવ્યાં નહિ. અહીં પ્રજાસત્તાક રાજ્ય છે અને આ સ્થાનમાં League of Nations-પ્રજાસંઘની મીટિંગ ભરાય છે તેનું વર્ણન આગળ આવશે. મજુરોની પરિષદ્ (Labour conference) પણ અહીં જ ભરાય છે. મોટાં મકાનો અને બજારો જોતાં અમે આગળ ચાલ્યા. ઘણી જગ્યાઓ જોઈ, તેમાં ધ્યાન ખેંચનારી જગ્યા નીચે પ્રમાણે જોવામાં આવી.
મેન્યુમેન્ટ ઑફ રેફર્મેશન.” આ સર્વે પ્રજાનું છે, International આંતરરાષ્ટ્રીય છે. ત્યાં ફેરલ Farel, કાલ્લીન Calvin, બેઝા Beza અને નેકસ Knoxનાં પુતળાં છે. તેમનાં જીવનનાં બનાવેની યાદગીરિના લેખ સાથે નીચે પાણીને ઝરે છે. આ યાદગીરિનું સ્થાન તૈયાર કરવા પાછળ લાખ રૂપીઆ ખચાયા છે.
થોડેક દૂર રહેન નદીને આરવે (Arve) નદી સાથે સંગમ થાય છે. લેલેનમાંથી નીકળતી ડોન નદીનું પાણી આસમાની છે જ્યારે આરવેનું પાણી તદ્દન સફેત છે. એ ડુંગર ઉપરથી આવે છે અને એ જે જમીન પરથી પસાર થાય છે તેમાં માટી ચુને છે તેથી તેનું પાણી ડોળાયેલું છે. એ એકદમ આસમાની બ્યુ, અને સફેદ પાણી મળે છે ત્યાં દેખાવ મજાને બની રહે છે. પાણીના રંગ ભિન્ન હોવાથી અલ્લાહાબાદનો ત્રિવેણી સંગમ બરાબર યાદ કરાવે છે. બને નદીઓમાં પાણી ઘણું અને પટ વિશાળ હોઈ દેખાવ દરિયા જેવો લાગે છે અને ખાસ જેવા લાયક છે. એ સંગમના સ્થાનની સામે મેં બ્લાં પર્વત દેખાય છે અને તેના પરનો બરફ બહુ સુંદર દશ્ય રજુ કરે છે. આ મેં બ્લાં આપ્સને વિભાગ છે અને ઊંચાઈમાં ૩૮૦૦ ફીટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com