________________
२०२ યુરેપનાં સંસ્મરણે
માસ અગ્નિ સંસ્કારની સર્વ સગવડે પેરિસમાં છે. અગવડ માત્ર એકજ છે કે એ રીતિ અતિ ખરચાળ છે. રખ્ય મુસાફરીની બેઠવણ.
અહીંથી અમે થોમસક મારફતે દશ દિવસની સ્વીટઝરલાંડની ટુર ગોઠવી. હોટેલ અને રેલવેની ટીકિટ કુકવાળા આપે છે. ફ્રાન્સના ભાવ બહુ અનુકૂળ હતા અને એક પાઉન્ડના ૨૨૪ ને ભાવ મળે અને મીલાન સુધીની મુસાફરી મુકરર કરી સર્વ ટિકિટ અને કુપને અમે લઈ લીધાં. સ્વીટઝરલાંડને માગે.
સવારે આઠ વાગે (તા. ૨૨-૭-૨૬) ગાર ડ” લીયે દેશશનેથી હું અને મારા મિત્ર શ્રીયુત નંદલાલ મા. અમરશી ટ્રેનમાં બેઠા. આ ગાડી જીનેવ (Genevaસ્વીટઝરલાંડ)ની હતી અને એ કુદરતનાં સંદર્યથી ભરપૂર પ્રદેશ જેવાની અમારી ઘણા વખતની મુરાદ આજે બર આવશે એ વિચારથી હદયમાં આનંદ થતું હતું. ફ્રાન્સની ગાડીમાં સેકન્ડ કલાસમાં મુસાફરી કરવી ઘણું રીતે અનુકૂળ પડે છે. ઈગ્લાંડની માફક અહીં પહેલે અને ત્રીજો એમ વર્ગ નથી પણ હિંદુસ્થાનની માફક ત્રણે વર્ગ છે. ગાડીઓ ઘણી સારી અને રેસ્ટોરાંકાર સાથે હોય એટલે ખાવા પીવાની પણ સગવડ પૂરતી હોય છે. ફાન્સનાં લગભગ દરેક સ્ટેશન, સૌંદર્યથી ભરપૂર હોય છે. એક તે તિરીવાળા પ્રદેશ અને વળી તેને કળાથી સુરમ્ય બનાવે એટલે દરેક સ્થાને વૃક્ષ, વેલી, વનઘટા, અને કાપેલા ચાસ આંખને ઠંડક આપે છે. આજે તદ્દન ઉઘાડ હતા એટલે શાંતિથી આનંદ અનુભવતા અમે આગળ વધ્યા. ફ્રાન્સના લીલેતારીવાળા, મખમલ પાથરી દીધી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com