________________
યુરોપનાં સંસ્મરણે
માન્સ
તેજ ચમકે અને ગંભીર શાંતિને પાર નહિ. રોમન કેથલીકે મૂર્તિપૂજક છે એટલે આપણને જોવામાં ખૂબ રસ પડે. એનાં ગંભીર અવાજમાં રહેલી શાંતિ અને મેટા વાજિત્ર (ઓરગન) ના શાંત સૂર જડ હૃદયને પણ ડેલાવે તેવા હોય છે, પ્રભુસ્થાન કેવું હોવું જોઈએ તેને ખ્યાલ આપે તેવા હોય છે, શાંતિની હૃદયપર શી ભાવના થાય છે તે સમજાવે તેવા હોય છે, અખલિત વૃતિને પિષણ આપે તેવા હોય છે. એનાં ભજન (હીમ્સ) અંદરને પાદરી વર્ગ વારાફરતી બેલે છે અને પછવાડે એરગન હોય તેમાંથી પ્રતિધ્વનિ ઉછળે છે. બહુ વિચારવા જે અનુકરણ કરવા જે આ પ્રસંગ જોયો. આપણું ધમાલ એકાગ્રતા થવા દેતી નથી તેને બરાબર ખ્યાલ આવ્યો. મંદિરની બાંધણી, ચિત્રકામ, પુતળાં વિગેરેનું વર્ણન કરવાની જરૂર રહેતી નથી. એ સર્વ તો હિન્દમાં “ફીમમાં Hunchback of Notre Dam માં જોયાં હતાં. આ દેવળમાં ફરી ફરીને જોવાનું મન થયા કરે છે. પ્રાર્થના ચાલતી હોય ત્યારે ખાસ જોવા જવા જેવું છે. રવિવારે એની ભવ્યતા હૃદયંગમ થાય તેવી હોય છે. કીમેટેરીયમ.
પેરિસનું સ્મશાન લગભગ નવ માઈલ દૂર છે. એક સંબંધીને મરણને અંગે ત્યાં જવાનું થયું. તે સ્થાન ઘણું ગંભીર છે. ત્યાં અંદર દાખલ થતાં કુટુંબવાર દાટવાની સેંકડે જગ્યાઓ છે; તે પર તે કુટુંબનાં નામો લખેલાં હોય છે. એ જગ્યાના હજારો ફાલ્ક આપેલા હોય છે. એની અંદર થઈને મોટર પસાર થઈ. સર્વથી અગાઉ મરનારના શબને લઈ જનાર મોટર ચાલે અને પછવાડે બીજા સંબંધીઓની મોટર ચાલે. એની બન્ને બાજુએ સેંકડો કૌટુંબિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com