________________
પેરિસ
સરહદ ઉપર હેરાનગતિ
૨૦૩
તેવા રમ્ય ખેતરે અને નદીનાળાંઓ ઓળંગતા આખે દિવસ આગળ વધ્યા. ટ્રેનમાં અમેરિકન સહેલાણીઓ હોય ત્યારે બહુ મજા આવે છે. તેઓ અંગરેજની જેમ ચૂપ બેસી રહેનાર હોતા નથી. દક્ષિણમાં જે રેલવે જાય છે, તેનું નામ પેરિસન્ટલીય રેલવે છે. સરહદ ઉપર હેરાનગતિ.
અહીં જ્યાં એક રાજ્યની હદ મૂકી બીજા રાજ્યમાં જવાનું હોય છે ત્યાં ઘણું હેરાન થવું પડે છે. વીરમગામમાં જેવા સંસ્કાર અગાઉ થતા હતા તેનાથી પણ વધારે અડચણે અહીં થાય છે. ફ્રાન્સનું છેલ્લું સરહદનું સ્ટેશન બેલગાડી Bellgarde આવ્યું એટલે, આખી ગાડી ખાલી કરાવે છે. પછી બધો સામાન ઉચકી અથવા ઉચકાવી કેટલેક દૂર કસ્ટમ્સ જકાતની ઑફિસ હોય ત્યાં લઈ જ પડે છે અને ત્યાં પાસપેટ બતાવી તે પર સકકો મરાવવો પડે છે. સામાન બધે તપાસી જુએ, પણ ફ્રાન્સવાળા તે માત્ર એટલું જ જુએ છે કે કાંઈ સોનું બહારના પ્રદેશમાં જતું નથી. ચાકથી મુદ્દાઓ ઉપર નિશાની કરી આપે, એટલે સામાન પાછો ગાડીમાં લઈ જ. લગભગ પા માઈલની આ પ્રમાણે હલામણ કરવાની અને પાછા ગાડીમાં તેજ સ્થાને સામાન ગઠવાવ. સામાન લગેજમાં રજીસ્ટર કરાવ્યો હોય તે પણ બતાવવાનું હોય છે. બેલગાર્ડ સાંજે છ વાગે આવે છે. ટ્રેનમાં રેસ્ટોરાં કારમાં બધુ ખાવાનું મળે. આપણે વેજીટેરીઅન છીએ એમ કઈ અંગરેજી જાણનાર મારફત જણાવીએ એટલે પૂરતાં ફળ, શાકભાજી, પાંઉ, બ્રેડ, તથા મસ્કો મળે. આ પ્રદેશમાં ચા કરતાં કરીને વધારે ઉપગ થાય છે. ખાવાની જરા પણ અગવડ પડતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com