________________
१८४
યુરોપનાં સંસ્મરણે युरापन
ઇંગ્લાંડ ઉતાવળથી એક છેડેથી બીજે છેડે અમુક સ્થાનેજ જહેય તે અંડરગ્રાઉન્ડ રેલવેમાં એ સમય લાગશે, પણ તેમાં લંડન જેવાશે નહિ. ઘણીવાર વ્યવહાર અટકી પડે તે એની બસ ખૂબ ટાઈમ લે છે પણ અંડરગ્રાઉન્ડમાં ધારેલ વખતે પહેચાય છે.
લંડનમાં ઓક્સફર્ડ સ્ટ્રીટ, રીજન્ટ સ્ટ્રીટ, પીકાડીલી, ટ્રફાહગર સ્કવર, સ્ટ્રાન્ડ, વિકટોરીઆ સ્ટ્રીટ અને હેબર્ન–એટલા લતા એકવાર જોઈ લેવા, બનતા સુધી કશા ઉદેશ વગર આ લતાઓ ઉપર એકવાર રખડવું એટલે અનેક વિચિત્ર વ્યક્તિઓ અને વ્યાપારના પ્રદેશ અને પદ્ધતિનો ખ્યાલ આવશે અને લંડનની મહત્તા, વિશાળતા અને વિશિષ્ટતાને આછો પણ પાકો ખ્યાલ આવશે.
લંડન જેવા માટે ઓછામાં ઓછા દશ દિવસ તે જરૂર રાખવા અને ક્યાં જવું છે અને કેટલું જેવું છે તેને પ્રથમથી નિર્ણય કરી રાખે. સારી ગાઈડ બુક લંડન જોવા માટે જરૂર પાસે રાખવી, લંડનને નકશો જરૂર પાસે રાખવે અને બસના તથા અંડરગ્રાઉન્ડના નકશા મફત મળે છે તે જરૂર રાખી લેવા, એટલે ક્યાંથી કયાં જવાય છે તેનો ખ્યાલ આવે છે. લંડનમાં ભૂલા પડ્યા હોઈએ તે પિલિસને પૂછવું. તે તુરત તમને કહેશે કે-બે ગલીઓ મૂકી જમણે રસ્તે જઈ ચાર ગલી મૂકી ડાબે જવુંપછી વિગેરે વિગેરે. આટલી લાંબી વાત યાદ ન રહે, તે પ્રથમ કહે તે યાદ રાખી લેવી, પછી બીજા પિલિસને પૂછવું. લંડનની પિલિસ ઘણી ચાલાક અને અત્યંત સભ્ય છે અને અજાણ્યા માણસને પૂરતી મદદ કરે છે. વાહનને અસાધારણ માટે વ્યવહાર અંકુશમાં રાખી જે યુક્તિથી તે ચલાવે છે તે ખરેખર જોવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com