________________
૧૭૮ યુરેપનાં સંરમારણે સ્કેટલાંડ વેસ્ટર સ્કોટની કબર અહીં છે. બીજા ઘણા કવિઓ, મેટા માણસો અને ચિત્રકારેને અહીં સ્થાન મળેલ છે. એક ઘણી સરસ વાત અહીં સાંભળી. એક કુતરાનું સમાધિસ્થાન ત્યાં છે. એક ગરીબ માણસને નીમકહલાલ કુતરો તેના શેઠગુજરી ગયા પછી તેની કબર આસપાસ સાત વર્ષ રહ્યો, ઉદાસીન ચહેરે કબર પાસે બેસી રહે અને બપોરે અરધે કલાક ખાવા જઈ આવે. સાત વર્ષે એ મરી ગયે. તેને ત્યાં દાટ છે અને તેના પર પ્રમાણિક જનાવ રના ચિત્ર સાથે એની નીમકહલાલીની સ્તુતિ કરી છે. આ કબ્રસ્થાન ઘણું વિશાળ છે, અનેકનાં સ્મરણસ્તંભે તેમાં આવ્યાં છે.
પછી બસમાં બાર માઈલની મેટી સહેલ (જેય રાઈડ) કરી. એડીરોની બહારની લીલીછમ ધરતી જોઈ. એ પ્રદેશ પેરિસના બુલવાર્ડ જેવું લાગે છે. બન્ને બાજુની વૃક્ષઘટામાંથી ગાડી પસાર થાય અને સૂર્ય પ્રકાશી રહ્યો હોય ત્યારે તેને દેખાવ આ દેશમાં અભુત લાગે છે. ફેર્થ નદીને જબરે પુલ.
ફર્થનદી ઉપર એક મજબૂત પુલ બાંધ્યો છે. પાણીની સપાટિથી એની ઊંચાઈ ૨૦૦ ફીટથી વધારે છે. એ પુલની લંબાઈ દોઢ માઈલ છે. એ પુલ બાંધતાં રાા કરોડ રૂપિઆનો ખર્ચ થયે કહેવાય છે. પાંચ હજાર માણસોએ સાત વર્ષ કામ કર્યું ત્યારે એ બંધાવે. એમાં પચાસ લાખ બોલ્ટ વપરાયાં છે અને પચાસ હજાર ટન
હું વપરાયું છે. એ પુલ એટલો લાંબે અને મોટો છે કે એક બાજુ રંગવાનું કામ શરૂ કરે તે બીજી બાજુએ પહેચે એટલામાં ત્રણ વર્ષ થઈ જાય છે અને પાછા આગલી બાજુએ રંગ શરૂ કરે પડે છે. દુનિયાની એક નવાઈ જેવો આ પુલ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com