________________
૧૮૬ યુરેપનાં સંસ્મરણે કેટલાંક મીનિટ થાય છે. તેમાં શહેરને મેટા રસ્તે આવી જાય છે. એટલે ગ્લાસગોમાં જોવા જેવું સ્થાન આવી ગયું. સ્ટેશન પર ૪૦ મીનિટ ખોટી થવાનું હતું. તેમાં હોટેલ અને શહેર ઉપર ઉપરથી જોઈ લીધું.
ટ્રેનમાં બેસી રાત્રે સાડા નવ વાગે એડીઅર આવ્યા. રસ્તામાં મુસાફરોએ અનેક વાત હિંદુસ્થાન સંબંધી જાણી. તેમની પાસેથી અમેરિકા તથા ઈજીપ્તની ઘણી વાતો સાંભળી. ખાસ કરીને એક ડેટર હતા તેણે હિંદીવાને અમેરિકામાં ડાકટરી લાઈનને અભ્યાસ કરવા આવે એમ ઈચ્છા બતાવી. હિંદુસ્તાનની હવાના વ્યાધિઓ (tropical diseases) ને અભ્યાસ અમેરિકામાં જ થઈ શકે તેમ છે એમ તેને મત હતો. બીજી અનેક વાત થઈ. હિંદુસ્તાનના તત્ત્વજ્ઞાનનું શું સ્થાન છે તે સંબંધી તેની સાથે ચર્ચા વાર્તા કરી આખે દિવસ આનંદમાં વ્યતીત કર્યો,
બીજે દિવસે ખાણવાળા જીલ્લાઓમાંથી પસાર થઈ એલ એન ઈ આર લાઈનમાં લંડન આવ્યા.
રસ્તે કાંઈ ખાસ નેંધવા લાયક હતું નહિ. મારે હાઈલેન્ડ અને બે શહેરે જેવા જવાનો વિચાર હતું અને પાછા ફરતાં, ઈગ્લીશ સરવરે અને લીવરપુલ તથા માન્ચેસ્ટર જવું હતું. પણ અપીલ બોર્ડ પર આવી ગયાને તાર આવવાથી તુરત લંડન જવાનું થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com