________________
યુરોપનાં સંરમર
ઈંગ્લાંડ ઘણી મજા આવે છે. સ્પીકર-ચેરમેન વચ્ચે બેસે છે. તેની જમણી બાજુ આમની સભામાં જે પ્રધાને (મીનીસ્ટ) હોય તે બેસે છે. તેની પછવાડે લગભગ દશ હાર ચઢતી ઉતરતી હોય છે. તેની ઉપર તેના પક્ષના સભ્યો બેસે છે. ડાબી બાજુ વિરૂદ્ધ પક્ષ બેસે છે. બેલનાર સ્પીકરની બાજુએ અગાડી આવી બેસે છે અને તેની સામે ટેબલ પર ડેસ્ક હોય છે તે ઉપર જરૂરી કાગળ, બુક રેફરન્સ” માટેનાં હોય છે તે મૂકે છે. પછવાડેની હારમાં મેંબરો બેસે છે. મિનિસ્ટર પૈકી જે લોર્ડસમાં હોય તેને બેસવાની જુદી જગ્યા નીચે જ હોય છે. ઉપર માનવંતા પરેણાની, ઉમરાની, છાપાંના ખબરપત્રીઓની અને ઉમરાવજાદીઓની ગેલેરી જાદી હેય છે. એ સર્વ ઘણું જોવા જેવું છે.
પાર્લામેન્ટ જરૂર જોવા જેવી જગ્યા છે. ઓછી જગ્યામાં ઘણી સગવડ કરી છે અને આખે દેખાવ નજરને તૃપ્ત કરે તે છે. જ્યારે કોઈ મહત્વને પ્રશ્ન ચર્ચાત હોય ત્યારે જ સભાગૃહ ચીકાર હોય છે, બાકી તે સભ્યો ક્યા ક્ટા બેસે છે. કોઈ ઉંઘતા પણ હોય છે. મેં સર ચીન ચેંબરનને બેલતાં સાંભળ્યા. એ બહુ સારી રીતે બેલે છે, અછ વક્તા છે. નેશનલ લિબરલ કલબ.
આ કલબમાં આફ્રિકાવાળા મી. પિલેક એલીસીટરના આમંત્રણથી લંચ લેવા ગયો હતો. લાખ રૂપીઆ ખરચીને કલબનું મકાન બાંધ્યું છે. એને ત્રણ માળ છે. મોટા હોલો છે તેમાં ભાષણે થાય અને જમણવાર થાય. ધૂમ્રપાન કરવાનો ખંડ તથા દીવાનખાનું પણ અત્રે છે. સ્ત્રીઓને સ્મક રૂમ જૂદ છે. એક ઘણી સારી લાઈબ્રેરી પણ છે. આ કલબના ૭૦૦૦ હજાર સભ્યો છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com