________________
લંડન
લંડનનાં નાટકે
૧૯૧
પણુ ઘણું ખરું એક સ્ત્રી અને એક પુરૂષ એમ બેસાય છે. સર્વથી માનવંત પરોણાને ગૃહસ્વામિનીની જમણુ બાજુએ સ્થાન આપે છે. ખાતાં ખાતાં વાત કરતાં આવડવી જ જોઈએ. ગૃહસ્વામિની વાત કર્યા કરે છે અને જમવા આવનારે પણ ફક્ત હા ના જ કરવાની નહિ, પણ નવી નવી વાતે ઉપાડવી જોઈએ એમ આશા રાખવામાં આવે છે. ડે. થોમસને ત્યાં મારા ઉપરાંત એક બીજા પરેણા અને તેમના પિતાના પુત્ર તથા પુત્રી હતાં. ખાતાં ખાતાં કંઈક વાત કરી. પિતાને ઘેર ઘણી સુંદર લાયબ્રેરી છે તે બતાવી અને અગ્નિગ્રહ (ફાયર પ્લેસ) ઉપર નૂતન ચીજો (કયુરીઝ મૂકી રાખી હતી તે બતાવી. આપણે જે ચીજોને નકામી ધારી કાઢી નાખીએ છીએ તે ચીજે ઘણું ખરું અહીં બહુ ઉપયોગી થઈ પડે છે. નાને તાજમહાલ મોકલીએ તે ગાંડા થઈ જાય. ઈઢાણી, મોતીની રચના, ગલેચા, ચાકળા અને એવી કોઈ પણ કળાવાળી ચીજ તેઓ સંગ્રહી રાખે છે અને કોઈ મહેમાન આવે ત્યારે બહુ રસથી બતાવે છે. અંગરેજો સાથે સંબંધ વધારવા માટે આવી ચીજો બહુ કામમાં આવે છે.
વિવારસિક છે. થેમસ ઈડીઆ લાઈબ્રેરીના લાઈબ્રેરીઅન છે. તેઓ બહુ માયાળુ છે. ઘરમાં ઘણી સ્વચ્છતા અને સાદાઈથી રહે છે અને સરળ જીવન ગુજારે છે. ઘેર લાઇબ્રેરી ઘણી સારી છે અને તેમના કુટુંબીજનો તેમના વિદ્યારસના કોડ પૂરે તેવા છે. લંડનનાં નાટકો.
લંડનનાં નાટકોમાં જે વિશિષ્ટ તત્વ મેં જોયું તે તેમની કળા છે. એમને પ્રત્યેક નટ બહુ કુશળ હોય છે. પિતાને પાક બહુ ઉત્તમ રીતે ભજવે છે. નીચ શૃંગાર કે અસભ્ય રૂચિને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com