________________
યુરોપનાં સંરકરણે
કેટલાંક
પાંચ માઈલ ચાર ઘેડાની ગાડીમાં ગયા પછી ઈવસનેડ હોટેલ (Inversnaid Hotel) આવી. ગાડીમાં એક કલાક જેટલો વખત આનંદમાં પસાર કર્યો. આ આખા પ્રદેશમાં Rob Roy રાબ રેયના અનેક પરાક્રમો ગવાય છે. હેલમાં ચા લીધી. ચાના બે શીલીંગ આપવા પડે છે, બાકી કોઈ પણ ખર્ચ કરવાનું નથી. રેલવે ગાડી, બસ, સ્ટીમર-બધાંનાં ભાડા કુક ચુકવે છે. આ હેટેલ પણ બહુ સારી અને સગવડવાળી છે; સ્કેટલાંડના સર્વથી મોટા લોક લોની એક બાજુના કાંઠા પર આવેલી છે. એ સરેવરનું વર્ણન હવે આવશે. હોટેલમાં ચા સાથે બીસ્કીટ વિગેરે જે લેવું હોય તે લઈ શકાય છે.
હેટેલની બાજુમાં મેટે પાણીને ધેધ પડે છે. તે જોતાં નાશિકની ગોદાવરીના ગંગાફેલ્સ બરાબર યાદ આવે તેમ છે એ ધોધ જોઈ છેડે વખત ફર્યા. સ્ટીમરને ટાઈમ બરના ૪-૪૫ ને. હતો. સ્ટીમર વખતસર આવી. સર્વ તેમાં બેઠા અને લેક લેમ (Loch Lomond) માં દાખલ થયા. સ્કોટલાંડનું આ સર્વથી મેટું સરોવર છે. સ્ટીમર ઘણી સુંદર છે. તેમાં બેસી સરોવરમાં ચાલ્યા. દેખાવ અત્યંત મનોહર છે. ચારે બાજુ ટેકરીઓ અને માથે વાદળાં આવી રહ્યાં હતાં અને એ સ્થિતિમાં અમે આગળ વધ્યા. સ્ટીમરમાં બેસી પોસ્ટકાર્ડ લખ્યાં અને દેખાવે વારંવાર જોયાં, નેત્રનું સુખ મળ્યું. સ્કોટલાંડના સર્વ સરોવરોને આ epitome કહેવાય છે. બધા સરોવરે ન જઈ શકે તે આ એક સરોવર જુએ તો તેને સર્વ જરૂરી બાબતો સમજાઈ જાય છે. એમાં વચ્ચે ઘણા ટાપુઓ આવે છે, ચારે તરફ લીલોતરી અને ઝાડ ઉગેલાં હોય છે અને સૃષ્ટિસૌંદર્ય એના પૂર બહારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com