________________
૧૮૨
યુપનાં સંસ્મરણે
કેટલાંડ
બેઠા. સ્ટીમર તુરત ચાલી. આખા સરેવરમાં આ નાકાથી સામા નાકા સુધી સ્ટીમરમાં ગયા. સરેવર લગભગ આઠ માઈલ લાંબુ છે અને સર્પાકાર છે. સ્ટીમર પર બેસવાની પૂરતી સગવડ છે. એમાં લેડી ઓફ ધી લેકમાં વર્ણવેલા એકે એક દેખા (સીને) આવે છે. બન્ને બાજુએ હરિયાળા પર્વત લીલાકુંજાર અને વચ્ચે સ્ફટિક સરખું નીતર્યું સરોવર આવી રહેલું છે અને એના અગાધ જળમાં અસંખ્ય તરગેડ થયા કરે છે. એ સરોવરમાં સામેથી સ્ટીમરે આવતી દેખાય છે. બન્ને કીનારા વચ્ચેનું અંતર કઈ સ્થાને ૧૦૦૦ ફીટ અને કઈ સ્થાને તેથી બમણું ત્રણગણું દેખાય છે. ઊંચી નીચી ટેકરીઓ દેખાયા કરે છે. આ સ્થળે રેરીગ ધૂ (Rodrigue Dhu) અને ફીઝ જેમ્સ વચ્ચે રોમાંચ ઉત્પન્ન કરે એવું યુદ્ધ થયું હતું. એના ટેકરે ટેકરાનું વર્ણન સર વેલ્ટર, સ્કોટની સદર કવિતામાં છે. કુદરતને આ રમ્ય દેખાવ અભ્યાસકાળને સારી રીતે યાદ કરાવે તેવું છે. આખી કુદરત હતી દેખાય છે અને મન બહેલાવી નાંખે તેવું આ આનંદજનક
સ્થાન છે એમ આખે વખત લાગતું હતું. સાથેના દૂર દૂરના મુસાફરોની મીઠાશ અને વાત કરવાની અને સાંભળવાની વૃત્તિ બહુ આનંદપ્રદ લાગતી હતી. માથે સૂર્ય વાદળામાં હતું, નીચે પાણી અને બે બાજુ ડુંગરની નાની નાની ટેકરીઓ. એનું વર્ણન કઈ કવિ બરાબર કરી શકે. સદર કાવ્યને અભ્યાસકાળ યાદ આવે, તે વખતે બાધેલી કલ્પિત ઘટનાઓ અવનવા રૂપે તરંગ આપ્યા કરે અને કલ્પના અને વસ્તુસ્થિતિમાં તફાવતે કેટલા છે તેની અંદર વાટાઘાટ ચાલે છે . લગભગ એક કલાક સ્ટીમરમાં બેસી “લોક કેટીન” જોયું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com