________________
એખરો ફોર્થ નદીને પુલ ૧૯ ગમે તેવું લડાયક કે વેપારી બારકસ એની નીચેથી પસાર થઈ શકે એટલી તેની ઊંચાઈ છે. લડાઇના વખતમાં બહુ સંભાળથી એની ચૂકી રાખવામાં આવી હતી. છેલ્લા મહાવિગ્રહ પછી જર્મનીએ, વરસાઇલના સુલેહનામાની રૂએ અંગરેજોને પિતાનાં બારસે આ જગ્યાએ જ સેપ્યાં હતાં.
આ પુલને ફેટો પણ જોવા લાયક છે. વચ્ચે Kirkliston and Constorphine ને રસ્તે બે મેટી નિશાળે આવે છે. તે લંડનની ઈટન અને હેરોની નિશાળો જેટલી વખણાય છે.
એડીબેરામાં ડાક્ટરી લાઈનને અભ્યાસ સારે થાય છે. ત્યાંના ડાકટર વખણાય છે. આખું એડીઅર શહેર જેવા લાયક છે. નાની મુંબઈ જેવી ટ્રામગાડીઓ પુષ્કળ ચાલે છે. ટેકસી પણ ઘણી મળે છે. પ્રીન્સેસ સ્ટ્રીટને લતે ઘણે વખણાય છે અને તે સ્ટેશનની નજીક છે. પ્રીન્સેસ સ્ટ્રીટ અને વેવરલી સ્ટેશનેથી જૂદે જુદે રસ્તે લંડન જવાની ગાડીઓ ઉપડે છે. એડીમ્બરે દરિયાને કાંઠે આવેલું છે. તેની હવા ઠીક ગણાય છે. લેકે ઉધમી છે પણ લંડન જેવી ધમાલ અહીં દેખાતી નથી. પ્રીન્સેસ સ્ટ્રીટના વિશાળ રસ્તાની બરાબર વચ્ચે બાજુમાં સર વોલ્ટર સ્કોટનું ઘણું ભવ્ય બાવલું મૂકયું છે; એ સ્કોચ લોકો પિતાના દેશના અગ્ર લેખક અને કવિને કેવું માન આપે છે તેની જવલંત સાક્ષી આપી રહ્યું છે. કેટલીક નાની નાની ચીજો અને મકાને જોયાં પણ તેનું વર્ણન લખવું આવશ્યક નથી ધાર્યું.
સ્કેટલાંડમાં સર્વથી વધારે જોવા લાયક જગ્યા ને તેના સરોવરેનો પ્રદેશ છે. તે આવતી કાલે જોવાનું નક્કી કર્યું હતું. આજની સહેલગાહ પૂરી કરી મારા ઉતારાના સ્થાને આવી નિદ્રાધીન થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com