________________
મારગેટ
ગરમીના દિવસે
૧૬૫
અહીં અકસ્માત આવવું થયું હતું અને કેટરબરીની નાસીપાસીને બદલો મળતું હતું એટલે વધારે આનંદ થયે.
૫-૧૫ સાંજે અમે ઉપડયા. પાછા આવતી વખત ઢાળ ઘણું ચઢવાના હતા. આજે આખો વખત થઈ ૧૫૦ માઇલની બસમાં મુસાફરી કરી અને તેમાં બહુ આનંદ થશે. ઘડીઆલમાં સાંજ પડી પણ આકાશમાં સાંજ ન હતી. હાલમાં અહીં સવારે ૪-૪૫ સુર્ય ઉગે છે અને રાત્રે ૮-૩૦ ની લગભગ અસ્ત થાય છે એટલે રતે આખો વખત સૂર્ય તે હતા જ. અત્યારે લગભગ સાડા સેળ
ક્લાકને દિવસ છે, પણ કામધંધાને આધાર સૂર્યના ઉદયાસ્ત ઉપર હેત નથી; લેકે તે વખતસર કામ પર ચઢે અને વખત પૂરો થાય એટલે ઓફીસ બંધ થાય. દિવસ જ્યારે છ કલાકને થઈ જાય છે ત્યારે પણ એમજ. ઉલટું લોકો શિયાળાની અવડમાં વધારે કામ કરે છે, કારણ કે તે વખતે બહાર જવાનું ઓછું થાય છે. ઘરમાં બેસી રહેવું તે ગમે જ નહિ અને વળી નવા હુનર શોધવામાં, અને વાંચવામાં વખત પસાર થાય. વ્યાપારી અને ઉદ્યમી પ્રજા રહી એટલે એ તે વ્યવસાય કેમ વધે એનીજ ઘટના કરે છે. દિવસ નાનો ભેટો થાય તે પ્રમાણે જાહેર રસ્તા ઉપર દીવા (લાઈટ) કરવાને ટાઈમ ફરે છે; બાકી જીવનની ઘટમાળને એક સરખી ફર્યા જ કરે છે. હવામાં થતા ફેરફારની અસર પણ તેમના ધંધાદારી કાર્યક્રમને લાગતી નથી; દશ મીનિટ વરસાદ પડે ત્યારે જરા ઊભા રહે, પણ વરસાદ બંધ થતાં પાછી ફરી અસલની ઘટમાળા શરૂ થઈ જાય છે.
અમે રાત્રે સવા નવ વાગે લંડન પહોંચ્યા. આજને આખો દિવસ ઘણું નવું જોયું જાણ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com