________________
એમ્બિરે
ટાવર
૧૭૫
સ્કેટલાંડને ખાસ ઈતિહાસ જાણીએ નહિ એટલે ત્યાં ઈંગ્લાંડના જેટલો રસ ન પડે પણ સ્કેચ લોકો પણ અંગરેજ લોકેના જેટલા જ રસથી પિતાનો ઇતિહાસ યાદ રાખે છે. અંદર એક મેટ બેન્કવેટ હેલ (જમણવાર માટે ખાંડ) છે. ત્યાં અસલ મિજબાનીઓ થતી. એ ઉપરાંત સ્કોટલાંડનો રાજમુગટ તરવાર વગેરે જાળવી રાખ્યા છે અને આગળ ચેકી મૂકી છે. એ ટાવર ઉપરથી એડીમ્બરે આખું જોઈ શકાય છે. દેખાવમાં એ શહેર સારું દેખાય છે. અહીં દરેક ઘરને ઈગ્લાંડની માફક ધુમાડાની ચીમની હેાય છે. શિયાળામાં ધુમાડે વધારે નીકળે છે. હવે તે ગરમીના ચુલા પણ ગેસથી જ સળગાવાય છે એટલે અગાઉ જેટલે ધુમાડે નથી થત એમ કહેતા હતા. ટાવરમાં તે ગોઠવી રાખી છે. એક તેપ એપેરે એક વાગે ફૂટે છે તેને ઘડિયાળ સાથે એવી રીતે ગોઠવી છે કે બરાબર એક વાગે એટલે તેપ સ્વતઃ ફૂટે. પાછો તેને માણસ તેમાં દારૂ ગોળો ભરી રાખે છે, પણ બીજે દિવસે ફૂટે તે યંત્રના પ્રયોગથી જ. ટાવરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ-કન્યાઓ જેવા આવી હતી, તેને શિક્ષકો પિતાના દેશનો ઈતિહાસ પ્રત્યેક સ્થાન બતાવી બહુ રસથી સમજાવતા હતા. બાળકોને સ્વદેશપ્રેમ આવી રીતે જાગ્રત રહે તે માટે સર્વ સંસ્કાર નાનપણથી જ નાંખવામાં આવે છે.
ટાવરમાં એક Norman chapel છે. તે એક નાનું દેવળ છે. ત્યાં રાજાઓ પ્રાર્થના કરતા. એની બારીઓમાં ઐતિહાસિક ઘટનાઓ સારી રીતે બતાવી છે. ટાવરમાં દેખાડનારા ત્યાંના ઘણું કુશળ માણસ હોય છે તે બધી વાત અંગરેજીમાં સમજાવે છે એટલે ઘણુ વિગતે માલૂમ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com