________________
૧૬૮
સુરેપનાં સંસ્મરણો
ઈલાંડ
છે તેને પ્રત્યક્ષ પુરા આપે. એરોપ્લેન સાથે ઉડવાના, સામસામી ઉડવાના અને શરત કરવાના પ્રયોગો બતાવ્યા. દરેક પ્રગમાં જુદી જુદી સંખ્યામાં એરોપ્લેને હતાં.
બીજે પ્રયોગ શરતને એક વાગ્યે થયે, ત્યારપછી દેઢ કલાક બંધ રહ્યું. જેને જેમ ફાવે તેમ ખાવા ગયા. ખાવાની સગવડ એવી કે દરેક જણ હારમાં ચાલી પાંચ શિલીંગની ટીકિટ લઇ અંદર જાય. એમાં પણ ગડબડ નહિ. લોક નિયંત્રણમાં કેવાયલા એટલે કોઈને કહેવું પડે નહિ. અમારે તે કાંઈ ખાવું નહોતું એટલે ફર્યા અને એક છૂટા રેસ્ટોરાંમાં ચા પીધી. મારી સાથે મુંબઈને પ્રેસિડેન્સી માજીસ્ટ્રેટ મી. પી. એલ. ઠક્કર હતા.
નં. ૩ માં ટેકસી સાથેના એરપ્લેને ઓરડરમાં ફર્યા અને પ્રયોગો કર્યા. નં. ૪ માં બેબ ફેંકવાના પ્રયોગો બતાવ્યા. રેડીઓ ટેલીગ્રાફીથી એરોપ્લેનમાં કેટલું કામ થઈ શકે છે તેના પ્રગ નં. ૫ માં બતાવ્યા. રિઝર્વ એરોપ્લેને ઓચીંતા આવી કેવી રીતે મજબૂતી આપે છે તેને પ્રવેગ નં. ૬ માં બતાવ્યું. દિવસના બેંબ ફેંકનારાને પ્રવેગ નં. ૭ માં અને નંબર આઠમામાં લડાઈના પ્રગો બતાવ્યા.
આ બધાનું વર્ણન કરવું મુશ્કેલ છે. વિજ્ઞાન શું કરી શકે. છે તે જોયું અને વિજ્ઞાનને મનુષ્યના સંહારમાં તેમજ મનુષ્યના રક્ષણમાં કે ઉપયોગ થઈ શકે છે તેનાં જ્વલંત દષ્ટને જોયાં.
બપોરે રા વાગે રાજારાણુ આવ્યા. લોકોએ તેમને વધાવી લીધા. તેમણે કેટલાકને ઇનામ વિગેરે આપ્યાં. એરપ્લેનના આકાર, રંગ, ગતિ, ઉપડવાની રીત વિગેરે અનેક ચીજો જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com