________________
હેન્ડના બાદશાહી વાયુયાન દર્શન ૧૬૯ વર્ષો સુધીમાં ન જોઈ શકાય તે થોડા કલાકમાં જોયું. વિજ્ઞાનને એ લોકો એટલે લાભ લે છે કે એરપ્લેનની અંદરના યંત્ર સંબંધી વિશેષ શોધ કરનારને ૭૦૦૦૦ પાઉન્ડ હમણું ભેટ આપ્યા. કેટલીક ખાનગી બાબત તે જાહેરમાં બતાવતા પણ નથી એમ કહેવામાં આવતું હતું.
કે પ્રયોગ થાય છે, તે બતાવવા પ્રોગ્રામો ઘડેલાં હતાં તે પૈસા ખરચીને લેવાનાં હોય છે. ઉપરાંત બ્રોડકાસ્ટીંગથી વખતે વખત જણાવ્યા કરે. શરૂઆતમાં નીકળેલો રેસવાળો સ્કેન ક્યાં પહે ઓ છે તેના સમાચાર પણ જણાવ્યા કરે.
બપોરે ચા પીવી હોય તે બે શિલીંગ પડે છે. તેની ટીકિટ પણ હારમાં ઊભા રહીને લેવાની. અંદર ગયા પછી ગમે તેટલું ખાઓ. ત્યાં જોઈએ તેવી બીસ્કીટ, કેક અને ચા મળે. ચા પીવાની બે શિલીંગ ઘણી આકરી ગણાય. ઈંગ્લાંડ એકંદરે ઘણું મધું છે તેને આ દાખલ છે. પાછા ફરવામાં સાડા છ વાગે સર્વ લોકો સાથે ચાલવાને તૈયાર થાય. રેલવે ગાડીનું સ્ટેશન એકજ, પણ લેકે કયુ (queau) હારમાં ગોઠવાઈ જાય. લાખ માણસની કયુ એટલે શું તેને ખ્યાલ કરવા જેવું છે. પણ પા કલાકમાં વગર ગીરદીએ બધા લોકો વારાફરતી ટીકિટ લઈ ટ્રેનમાં બેસી ચાલ્યા ગયા. પિોલીસ, ટ્રેન, ટીકિટ આપનાર–એની સગવડનું વર્ણન થાય નહિ અને એ દેખાવ જોયા વગર એને ખ્યાલ આવે પણ નહિ. ગાડીમાં ઊભા રહેવું પડે તે પણ કોઈ કઈને વિનય ન ચૂકે અને કોઈની સાથે, ગાડીની બ્રેક ચતા, અથડાઈ જવાય તે મારી હસતે મુખે માંગે. અરસ્પરને વિવેક અને ઊંચા વર્ગને સંયમ સર્વત્ર બહુ સારો જોવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com