________________
હેન્ડના
બાદશાહી વાયુયાન દર્શન
૧૭:
દૂધ સાથે Shredded wheat અથવા force લઈએ તે બરાબર દૂધખાખરા જેવા જ લાગે છે અને તે ચીજો બને છે પણ ઘઉંની જ. સાથે ચા અને બ્રેડ, કાંઈક શીખ લઈએ એટલે સવારથી જ પેટ ઉભું રહેતું નથી અને ખોરાક હળવો એટલે તંદુરસ્તીને ઠીક પડે છે. નાસ્તાને ટાઈમ સર્વત્ર ૮ વાગ્યાને હોય છે. નાસ્તા લઈને લેકે તુરત કામપર ચઢી જાય છે.
એરોપ્લેને લગભગ ૨૫૦ હતા. પ્રથમ નવ નવના ગ્રુપમાં ૫૪ એરપ્લેન ઉડયા. તેમની ૩૫૦ માઈલની શરત હતી અને સાંજના સાડા છ વાગ્યે પાછા આવવાના હતા. બધા થઈને જૂદા જૂદા ૧૧ દેખાવો હતા. દરેકનો ટાઈમ લખેલું હતું અને તે ટાઈમેજ તેનું કાર્ય બરાબર શરૂ થતું હતું. સમયપાલકતા રાખવામાં અંગરેજ સૈથી ચઢીઆતા ગણાય છે.
એરપ્લેને ઘણી જાતનાં હતાં. કોઈ ઘણું મેટાં, તે કઈ તદ્દન નાનાં હતાં. એરપ્લેનને ઉધાં ચત્તા પણ કરી શકાય છે. એને સાથે રાખી શકે, આગળપાછળ કરી શકે અને અંદર બેઠા બેઠા વાયરલેસથી જમીન સાથે સંદેશા ચલાવી શકે; જમીન સુધી આવી સંદેશાના કાગળો લઈ જઈ શકે, દુશ્મનની હીલચાલ બતાવી શકે, સીગ્નલથી સમાચાર આપી શકે.
બેટી લડાઈ પણ બતાવી. ઉપરથી તે મારી એક આખે એરેમ (વિમાનનું ઘર) તેડી નાખવાની રીત બતાવી. નીચેથી મશીનગન ચાલતી હોય ત્યારે દિશા ફેરવી નીચેની ગણતરી બેટી પાડવાની યુક્તિઓ બતાવી. આકાશમાં સ્થિર રહેવાના પગે કર્યા અને હવા ઉપર કેટલો વધારે અંકુશ મેળવી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com