________________
૧૭૨ યુરેપનાં સંસ્મરણે સ્કેટલાંડ એટલે ફરવાની જગ્યા ઘણી રહે છે. આખી લાઇન કોરીડરની હોય છે અને ડાઈનીંગ કાર સાથે હોય છે એટલે પેસેંજરની આવ-જા થયા કરે છે. ગાડીમાં સામાન નાની સુટ કેસ કે ઓવર કેસ કે બેગ રહે, બીજે સામાન “રજીસ્ટર કરી દઈ ગાડને પી દેવાનો રિવાજ છે. પાણી પેસાબની જગ્યા આપણા સેકન્ડ કલાસમાં હેય છે તેવી હોય છે પણ સાબુ અને ટુવાલ વધારામાં હોય છે. દરેક ડબામાં ગરમીનાં સાધન હોય છે પણ ઉન્હાળામાં તેને ઉપયોગ કરે પડતું નથી.
- રવિવારે સવારે (તા. ૪-૭-૨૬) અગીઆર વાગે ઉપડી ગાડીમાં આગળ વધ્યો. ઉપડતી વખતે મારા એક સ્નેહીને એડીમ્બરે તાર કરવા માટે પૈસા આપી દીધા હતા. આ રસ્તો ઘણે રળીઆમણે છે. રવિવારને દિવસે ખાવાની ચીજ કે છાપા વેચનારા સ્ટેશને બહુ ઓછા હોય છે, પણ જરૂરી ચીજ સાથે લઈ લીધી હોય તેને અગવડ પડતી નથી અને ડાઇનીંગકારમાં ખાવાનું બધું મળી શકે છે. આપણે વેજીટેબલ ટ ટોસ્ટ બટર લઈ શકીએ એને જરૂરી ચીજ મળી શકે છે અને ભાવ ઓછો પડે છે. રીતસર ખાઈને બેઠા હોઈએ તે તો પછી માત્ર ચા બીસ્કીટ લેવાની જરૂર પડે છે. રવિવારે બધો વ્યવહાર બંધ રહે છે, માત્ર સીગારેટવાળાની દુકાને અને અન્નગ્રહ (રેરા) જ ખુલ્લાં રહે છે. રવિવારે નાટકસિનેમા પણ બંધ હોય છે. વ્યાપાર રવિવારે કરતા નથી અને રવિવારે સદે કર્યો હોય તે તે ગેરકાયદાસર ગણાય છે.
“તારને ગટાળે.” હજુ કેલસાની ખાણના મજુરોની હડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com