________________
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
આ તે બધા પૈસા કમાવાના ધંધા છે. ખાસ તે ચારે તરફનું નૈસર્ગિક સંદર્ય, ગંભીર ગર્જન કરતા ઉદધિની અનંતતા, ત્યાં દષ્ટિગોચર થતો જીવનને ઉલ્લાસ અને મનુષ્યકૃત કળલેખન જોવા લાયક છે. અહીંની આહારનિહારની સગવડ પણ ધ્યાનમાં રાખવા જેવી છે. અહીંના સુંદર બેન્ડ સાંભળતાં અને હસતા ચહેરા જોતાં માણસ ક્ષણભર પિતાનું દુઃખ ભૂલી જાય તેમ છે. આપણે ત્યાં જુઈ ઉપર આથી પણ વધારે સગવડ થઈ શકે તેમ છે. એ કિનારાનો લાભ લેવાતું નથી, એમાં સરકારની સહાય અને લોકોના ઉત્સાહની ખામી છે. કુદરતની અનુકૂળતાને આપણે તે વિલાયત કરતાં પણ વધારે લાભ લઈ શકીએ અને તેમાં ભય કે અગવડ કાંઈ પણ ન થાય એ આર્યભૂમિની વિશેષતા છે; પરંતુ વિલાયતના લોકો જીવનને ઉલ્લાસ મેળવવા પ્રતિકુળ કુદરતને પણ અનુકુળ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે
જ્યારે તત્વજ્ઞાનમાંજ ગર્ક થએલાં આપણે અનુકુળ કુદરતની પણ ઉપેક્ષા કરીએ છીએ. પાયરની બહાર અને બીચ ઉપર સેંકડો દુકાનમાં ભાતભાતની ચીજ વેચાય છે. નાનાં રમકડાંથી માંડીને મેટી જે ચીજો જોઈએ તે મળી શકે છે અને સારી રીતે શણગારેલી દુકાને જોઈ આનંદ થાય છે. અહીં લોકો હજારોની સંખ્યામાં ઉતરી પડે છે. અનેક બસ અને ગાડીઓ ભરીને રેલવેની ખાસ ગાડીઓ (સ્પેશીયલ) અહીં આવે છે. આવાં સ્થાનમાં લો વખત રહેવામાં આવે તે શારીરિક તંદુરસ્તી ઉપરાંત મગજની શાંતિ પણ વિશેષ મળે.
પાયરમાં અમે દેઢ કલાક રહ્યા અને સર્વ સારી રીતે જોયું, જોવા કરતાં અન્યને આનંદ જોઈ આનંદ પામ્યા અને આર્યદેશ આ સ્થિતિએ જલ્દી આવે એવી ઉત્કટ ભાવના થઈ આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com