________________
13
યુરેપનાં સંસ્મરણે ઈંગ્લાંડ લીધી. કેટરબરીથી ઘણે સ્થાને જવાની જુદી જુદી બસ ગાડીઓ મળે છે અને ભાડું સાધારણ હોય છે. બે શિલીંગની બસમાં બેઠા અને મારગેટ (Murgate) ગયા. ત્યાં જે જોયું તે આ જીદગીમાં ભૂલી શકાશે નહિ. અમારે અહીં માત્ર બે કલાક રહેવાનું હતું અને તેમાં બધું જોઈ લેવાનું હતું; કારણ અમારી બસ સાંજે ૫-૧૫ ઉપડવાની હતી.
આજે દિવસ ઘણે ખુશનુમા હતે. સૂર્યને પ્રકાશ સારે પડતા હતા અને શનિવાર હોવાથી લેક દરિયાપર નીકળી પડયું હતું. દરિયાપર જુઈને દરિયા જેવી મેટી બીચ (સુંદર કિનારો) છે. ત્યાં હજારો લોકો નહાતા હતા, ખાતા હતા, રમતા હતા, ફરતા હતા, પાણીમાં ડૂબકી મારતા હતા અને વિવિધ પ્રકારનો આનંદ સ્વછંદપણે કરતા હતા. ખાવાની ચીજે પિતાની સાથે લાવેલા હોય તેમાથી ખાય, નહિ તે સામેની સડક મૂક્યા પછી અનેક દુકાને હતી ત્યાંથી ખરીદીને ખાય.
દરિયે ઘણું વિશાળ અને ભરપૂર હતા. કેટલાક છોકરાઓ ગધેડા ઉપર બેસી આનંદથી ફરતા હતા. કિનારાની લંબાઈ લગભગ દેઢ માઈલ હશે. તેની ઉપર બાજુમાં નીચે સડક અને તે પર ટ્રામ અને મોટર ફર્યા કરતી હતી. દરિયામાં જેને હોડીમાં ફરવું હોય તેને તે ભાડે મળી શકતી હતી. તેની આગળ શરૂઆતમાં promanade હતું. તે દરિયામાં બાંધેલ લાકડાને મહેલ, ઊંચા ઈમાં ચાલીશ ફીટ હશે. તેમાં ખાવાની ચીજો મળે છે. એની લંબાઈ ૧૦૦ ફીટ અને પહોળાઈ પચાસ ફીટની છે. અંદર જવાની ફી નથી. અંદર જઈને બેસવાની, તેમજ હરવા ફરવાની કે ગાવાની છૂટ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com