________________
ઉપર
યુરોપનાં સંસ્મરણે ઈલાંડ ઉપયોગ વાંચવા કે મળવા માટે કરવામાં આવે છે. બન્નેમાં જરૂરી પણ બહુ સારું ફરનીચર હેાય છે. ગરમીના ગેખો તે અહીં દરેક ઓરડામાં હોય જ, તેને ઉપયોગ મુખ્યત્વે શિયાળામાં થાય છે. આવી રીતે લેન્ડલેડીને ત્યાં રહેવાને ખર્ચ અઠવાડિયે અઢી પાઉન્ડ આવે છે તેમાં સવારને નાસ્તો (બ્રેક ફાસ્ટ) બપોરનું ભજન (લચ) અને રાતનાં જમણ (ડીનર)ને સમાવેશ થાય છે. કપડાં ધોવરાવવાનું બીલ આપણે ચૂકવવાનું હોય છે.
હું જે મિત્રને ત્યાં ગમે તેની લેન્ડલેડી બહુ ભલી બાઈ હતી. એક માતા જેટલી માયા તેનામાં જોવામાં આવી. પેલો વિદ્યાર્થી જે સ્ટેશને રાહ જોયા કરતો હતો તેને તેડવા પોતે સાઈકલ પર જવાની તૈયારી કરવા માંડી. જમાડવામાં તે આનંદ લેતી, ઓછું ખાય કે બેચેન જણાય તે પોતે અધીરી પડી ઘણી ચિંતા કરે. બે વિદ્યાર્થી પોતાને ઘેર રહે તેમાં તેને ઘણે ખર્ચ નીકળી આવતા.
કોલેજ.” એકસફર્ડમાં ૨૨ કેલે છે. દરેક કોલેજમાં પ્રથમ મેટે દરવાજો, અંદર મેટે લીલોતરીથી ભરપુર ચેક, ચારે બાજુ રમે અને તેની પછવાડે તેવેજ બીજો ચેક અને રૂમે. આ બધામાં તે કેલેજના વિધાર્થીઓ રહે છે. વિદ્યાર્થી ૨૨ કોલેજમાંથી ગમે તે કોલેજમાં દાખલ થાય એટલે તે યુનિવર્સિટિને અંડર ગ્રેજ્યુએટ અને મેંબર-સભ્ય ગણાય છે. સ્ત્રી વિધાર્થી પણ અંડર ગ્રેજ્યુએટ કહેવાય છે પણ તેની જોડણી Graduette લખાય છે. અત્ર કોલેજમાં આપણા હિન્દુસ્તાનની જેમ ભાષણ સાંભળવાનાં નહિ, માત્ર રહેવાનું અને જમવાનું જ હોય છે. ભાષણ યુનિવર્સિટિ તરફથી થાય છે અને જે જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com