________________
૧૪૮ યુરોપનાં સંસ્મરણે ઈંગ્લાંડ રાખી હતી પણ બહુ વિશેષતા લાગી નહિ. આપણે ત્યાં બગિચા ઘણા છે અને તેમાં જનાવરોનો સંગ્રહ હોય તે આ બગિચે છે. અહીં સિંહ, વાઘ, વરૂ, રીંછ–ઘણાં છે તેમાં ખાસ નવીનતા લાગી. તે નીચે પ્રમાણે છે. એક સફેત હાથી જે. વાંચ્યું હતું પણ જોયેલો નહિ. ચામડી તદન સફેત. બીજા ચાર હાથી કાળા રંગના છે તેના ઉપર ત્રણ પેની લઈ બેસાડે છે. ગેરાં છોકરાંઓ બહુ બેસતાં હતાં. ઉરાંગઉટાંગ વાંદરે જોયે. બીજા દક્ષિણ અમેરિકાના ઘણી જાતના વાંદરા જોયા. સર્પગ્રહમાં મેટા સર્પો અને તેની જાતો છે. પક્ષીગૃહમાં અનેક જાતનાં પક્ષીઓ છે. દરેકની બહાર તેનું વર્ણન લખેલું હોય છે. એ સિવાય શહામૃગ અને અનેક જાતનાં જનાવર જેનાં નામ વાંચેલાં પણ જોયેલાં નહિ તે જયાં.
આજે સોમવાર હતા તેથી લગભગ ચાર પાંચ હજાર માણસ જેવા આવેલું હશે. એ લોકો વાંદરાને જોઈને કે હાથીને ડિલત જોઈ ગાંડા ઘેલા થઈ જાય છે, ખાવાનું ખવરાવે છે અને
જ્યાં ખાવાનું આપશે નહિ એમ લખ્યું હોય ત્યાં હુકમ બરાબર પાળે છે. અહીંના લેકેનું નિયંત્રણ (ડિસીપ્લીન) તે અજબ છે. દરેક પિતાની ફરજ સમજે છે. માથે સિપાઇના હુકમની જરૂર રહેતી નથી.
બાગમાં વચ્ચે ખાવાની જગ્યા તો ખરી જ. ચાને ટાઈમ (૪ વાગે) હતો એટલે લગભગ સાતસો માણસે ચા પીવા બેસી ગયા હતા. દરેકને માગેલ વસ્તુ મળે અને ટેરીફ (ભાવતાલ) છાપેલ જ હોય છે એટલે એમાં વરવધે કે ગોટાળો હેાય જ નહિ. ત્યારપછી ત્યાં એક ઘણું નવીન ચીજ જોઇ. એને aquarium કહે છે. એમાં દરેક જાતની માછલીઓ હોય છે. એને રાખવા માટે ઊંચા કાચનાં પિન્ડ બનાવ્યા છે–માછલીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com