________________
૭૦
યુરેપનાં સંરમાણે મન્સ લોકોમાં અપ્રમાણિકપણું બહ નથી. બલકે કોઈ અપ્રમાણિક થઈ શકતું નથી એમ કહીએ તે અતિશયોક્તિ ન ગણાય. વ્યવહાર બહુ ચિખે રાખે છે અને પ્રકૃતિમાં ઘણું મીલનસાર છે. ગેલેરી લાફાતમાં વેચનાર સ્ત્રીઓ છે. તેઓની સંખ્યા છ હજારની છે. તેમના છોકરાંઓને અડચણ ન પડે તેટલા સારૂ ત્યાં નર્સરી પણ સાથે જ હોય છે. ત્યાં આયાઓ દેખરેખ રાખે છે અને તેમની મા અવારનવાર ખબર કાઢી જાય છે. પાણુ પેશાબની સગવડ કરવામાં પણ શિથિલ આપણા મીલમાલેકે જેઓ કામ કરનારની દશાને જરા પણ વિચાર કરતા નથી, તેમણે આ ખાસ ધડો લેવા લાયક બાબત છે. આવું ગંજાવરખાતું છતાં કોઈ પણ વસ્તુ જોઈએ તે તેને તુરત પતે મળે અને ચોરી જરા પણ ન થાય એ સ્થિતિ આ દેશની વ્યવસ્થાશક્તિ કેટલી ઉત્તમ હશે તેને સારે ખ્યાલ આપે છે. આવડું મોટું ખાતું છતાં જ્યાં છ વાગ્યા કે બધા બંધ કરવાની તૈયારી કરે છે અને સાડા છ વાગે ત્યાં તે કુલ ખાતે હિસાબ નક્કી કરી બંધ થઈ જાય છે.
આવા મોટ ખાતાની બહાર વળી કેટલાક તેવાજ માણસો Occasion એકાંસીઓ નામના વેચાણ કરે છે જે કેટલીક વસ્તુને અરધે ભાવે વેચે છે. આવી વસ્તુઓ બહુ સસ્તી મળે છે. અનેક ગંજીફરાક કેલર પેન્સીલ ટાઈ–એવી એવી ચીજે ઘણી સસ્તી બહાર મળે છે. એ વેચાણ માલને નીકાસ કરવા માટે ઊભું કરેલ હોય છે.
આ સ્ટાર કાઢનાર માણસ ગરીબ હતા. ચાર ફન્કથી દુકાન માંડી તેને આ સ્થિતિએ લઈ આવ્યું. અત્યારે એનું બીલ્ડીંગ કરડેનું ગણાય છે અને માલ પણ કરેડને રાખે છે. એના ખરીદ કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com