________________
પેરિસ
મ
ઉપર ચાર માળ ચઢી આખું પેરિસ જોતાં મનુષ્યની કૃતિની અદ્ભૂતતા આશ્ચર્યમાં ગરકાવ કરે છે. આ ટાવર લેહની પાટલી અને ખીલા ઉપર છે. એના ઈજનેરે પ્રથમથી ખીલા પણ ગણેલા તેટલાજ ઉપયોગમાં આવ્યા. ઇજનેરી કુશળતાને આ નમુને છે. એનો પ્લાન કરનાર ઈજનેર હમણા થોડા વર્ષ પરજ ગુજરી ગયે. ચેથા માળેથી પેરિસ તરફ નજર કરતાં મનુષ્યનું બુદ્ધિગોરવ, એની કલ્પનાની ભવ્યતા, એના આશની મહત્તા, એનું નાનાપણું વિગેરે અનેક ભાવે ફુરે છે અને પેરિસની સુંદર રચના અને દૂરનો હરિયાળો. પ્રદેશ આંખને ઠંડક આપે છે. ઉપર જવા માટે છે ફાંકફના આપવા પડે છે. એના બાંધનારનું નામ ગુસ્તાવ ફીલ (Eiffel) છે અને તેના નામથી જ તે હાલ ઓળખાય છે. એને બાંધવામાં પચાસ લાખ ફાંકને ખર્ચ થયો હતો.
એફીલ ટાવર જતાં ત્રણ ક્લાક જાય છે. પેરિસ જાય તેણે એ જરૂર જોવા જેવું છે. આટલે મે ટાવર બીજે કે જાણવામાં નથી.
સુત્ર–પેરિસમાં સર્વથી વિશેષ અગત્યની ચીજ લુત્ર (Louvre) છે. એમાં ઘણું સુંદર પેઇન્ટીગે એકઠાં કર્યો છે. સારામાં સારા ચિતારાની એ આનંદભૂમિ છે. એના લગભગ પ્રત્યેક ચિત્રમાં રસ છે, ભાવ છે, કવિતા છે. એ ચિત્રમાં સંગીત છે, એ જડમાં ચેતન રેખાઓ છે. એ કલ્પનામાં કલ્પનાતીત છે. એ લુવમાં ચિત્ર એટલો છે કે એ જોવા માટે છ માસને સમય પણ પૂરતો ન ગણાય. એ પ્રત્યેક ચિત્રને નંબર આપેલ છે અને વિગતવાર ગાઈડ બુકમાં એ પ્રત્યેક ચિત્રની પછવાડેને જીવતો ઈતિહાસ આપેલ છે. માલેટ, એંગલાસ જેવા જગવિખ્યાત ચિતારની પ્રખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com