________________
૧૧૬
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
સમજવા યોગ્ય છે. આખું લાખ રૂપીઆનું ભવ્ય મકાન પણ ભેટમાં જ આપ્યું છે. ધન્ય છે આવી ઉદારતાને! બ્રિટિશ મ્યુઝીયમ.
વિજ્ઞાનને સંગ્રહ અને ગ્રેટબ્રિટનની પ્રભુતાનું કારણ અને તેની બરાબર ગવાહી આપનાર આ જબરજસ્ત સંસ્થા પ્રાચીન શોધખોળના રસિકને અને ઇતિહાસના જિજ્ઞાસુને અભુત રાક પૂરે પાડે તેવી છે. એને બહારને દેખાવ સારો છે પણ તેની અંદર ઠાંસી ઠાંસીને આટલું જ્ઞાન ભર્યું હશે એવો ખ્યાલ ભાગ્યેજ આવે છે. દિવસ સુધી જતાં ન ધરાઈએ એટલા એના ઓરડાઓ છે અને દરેક ઓરડામાં ચીજોને પાર નથી. નેચરલ હિસ્ટરી અને ઈન્ડીઅન મ્યુઝીઅમ જૂદાં છે. અહીં મુખ્યત્વે કરીને જૂની પુરાણી ચીજો અને દેશ દેશના રિવાજદર્શક ચીજો, ઘરેણાં અને મમીઝ વિગેરેને સંગ્રહ છે. સર્વ ચીજોને ઘણું વ્યવસ્થાપૂર્વક ગોઠવી છે અને દરેક ચીજ ક્યાંથી અને ક્યારે આવી તે બતાવવા માટે વિગતવાર કેટલો મળી શકે છે. કેટલીક સુંદર ચીજોની હકીકત નીચે લખી છે તે ઉપરથી તેની વિશાળતાને કાંઈક ખ્યાલ આવશે.
રેમન ગેલેરી માં સર્વથી વધારે ધ્યાન ખેંચે તેવાં બાવલાં રોમન શહેનશાહ ઓરેલીયસ અને એન્ટોનીયસનાં છે. હેડીઅનનું બાવલું અને જુલીયસ સીઝરનું અર્ધ બાવલું સારું છે. સરદાર હેડ઼ીઅન પણ જોવાલાયક છે.
ગ્રીક અને રોમનના એકંદર ત્રણ રૂમે છે. તેમાં ગ્રીસની કળાકેશલ્યના નમુના ગ્રીસની બહારથી મળી આવ્યા હોય તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com