________________
૧૨૪
યુરેપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
ખરું જીવતાં આવડે છે અને તે બાબત પણ આપણા દેશમાં બહુ વિચારવા યોગ્ય છે. ઘડપણ નકામું નથી, તેમ ફેંકી દેવા
ગ્ય નથી. યોગ્ય રીતે એની તૈયારી કરી હોય તે જીવનના ઉત્તમ લ્હાવા અનુભવ સાથે સારી રીતે લઈ શકાય છે અને આ દેશમાં તેના ઘણા દાખલા બને છે. અહીં કોઈને “ઘરડે” કહીએ તે અપમાન લાગે છે. દરેક યુવાન રહેવા પ્રયત્ન કરે છે અને રહી શકે છે. અહીંની હવા વિષયવાસનાને બહુ ઓછી જાગૃત કરનાર હોઈ અનેક પ્રકારની સગવડ કરી આપે છે જેનો ખ્યાલ અહીં આવ્યાથી બરાબર આવે છે. એ બન્ને વૃદ્ધ સિવિલિયન દંપતિને જોતાં મને ઘણો આનંદ થશે. તેમણે જે વાતચીત કરી તે પણ બહુ આનંદદાયક હતી. કેન્સીંગ્ટન ગાર્ડન્સ. રવિવાર.
રવિવારે સાંજે અમે કેન્સીંગ્ટન ગાર્ડન અને હાઈપર્કમાં ફરવા ગયા. એ બાગ અમારા ઉતરવાના મકાનની સામે જ આવેલ છે. ઘણે વિશાળ છે. ત્યાં કે બહુ સંખ્યામાં આવે છે અને રવિવારે તે બહુ જ મેટી સંખ્યા હોય છે. રવિવારે ખાસ કરીને ઉધાડ હોય એટલે વરસાદ ન હોય ત્યારે તે પુષ્કળ બાન અને ગૃહ ત્યાં આવે છે. કોઈ દડા ઉછાળે છે, કોઈ વાત કરે છે, કોઈ ખાય છે, કોઈ અંદર સરોવર છે તેમાં હાડીઓ તરાવે છે, કઈ કાઠે ઊભા ઊભા જોયા કરે છે, કોઈ હાય છે, કેઈ સરપન્ટાઈનમાં હોડીમાં બેસે છે, કોઈ હોડી તરાવે છે, કોઈ બેન્ડ પાસે ઉભા રહી લટાર મારે છે અને વાજ સાંભળે છે. આવી રીતે પૂરતી છૂટથી સર્વ અહીં વર્તે છે અને પોતપોતાના સ્નેહી સાથે આનંદ કરે છે. ખાસ વચ્ચેના નાના સરેવરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com