________________
લંડન
સંગ્રહાલયે
૧૩૧
seum વાળા વિભાગમાં હું ગયું. એને જોતાં પણ દિવસે થાય એવું છે. અંદર દાખલ થતાં પ્રથમ પાર્શ્વનાથની કાળી સુંદર (જૈન) પ્રતિમા છે. પછી મુંબઈના ઘરના નમુના, તાજમહાલનો નાને ઘાટ અને બીજી સુંદર ચીજો ગોઠવી છે. દરેક વસ્તુ હિંદુસ્થાનનીજ ત્યાં ગોઠવી છે અને એ જોતાં આપણે હિંદમાં હોઈએ તેવું આખે વખત લાગ્યા કરે છે. ભીંતપર અજન્ટાના ફેસ્ક સંખ્યાબંધ ચીતરેલા છે. મેગલ સમયની કળાનાં સેંકડે અસલ ચિત્રો બહુ સારી રીતે જાળવી રાખ્યાં છે. દેવ દેવાલના સંગ્રહને પાર નથી. એક જ જગ્યાએ ત્રણ જૈન મૂર્તિઓ જોવામાં આવી. ઉપરને ભાળે હિંદુસ્થાનનાં હથિયારોને સંગ્રહ છે. અનેક જરીપુરાણુ હથિયારો, ઢાલ, તરવાર, બખતર, બંદુક વિગેરે સેકડોની સંખ્યામાં ગોઠવ્યાં છે. પછી હિંદુસ્થાનનાં નકશી કામ, હાથીદાંતનું કામ, ચિત્ર, રંગે વિગેરેને પાર નથી. એક વિભાગમાં શેતરંજીઓ ગોઠવી છે, લખનૈના દરેક ધંધાદારીનાં રમકડાં ગોઠવ્યાં છે, એક ધમણ સાથે લુહારને ઊભું કરી દીધો છે. હિંદુસ્થાનની અત્યારની અને પૂર્વ કાળની બધી કળાઓને અત્ર સ્થાન આપવામાં આવ્યું છે. નાની મેટી એટલી વસ્તુઓ છે કે એનું વર્ણન કરી શકાય નહિ. કેટલી ચીવટથી અને કયાં ક્યાંથી લાવીને આ સંગ્રહ કર્યો હશે તેને ખ્યાલ કરીએ ત્યારે અંગરેજોની ચીવટ અને આપણું વર્તમાન અધદશા માટે આનંદ અને શેક થાય તેવી આ બાબત છે. સાયન્સ મ્યુઝીઅમ. - સાઉન્થ કેન્સીંગ્ટનમાં આ બહુ જોવા લાયક સંગ્રહ છે. એ નેચરલ હિસ્ટરી મ્યુઝીઅમ અને ઈમ્પીરીયલ ઈન્સ્ટીટયુટની વચ્ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com