________________
લંડન
લંડનનાં પરાંઓ
૧૩૯
ઘા મારવાની વૃત્તિ કદિ નહિ કરે. અહીને નાને વેપારી વીશ ટકાથી ઓછે નફે વેપાર કરતા નથી અને કરે તો તેને પાલવે પણ નહિ. અહીં ભાડા અને નેકરનો પગાર પાઉન્ડમાં અને દર અઠવાડિયે અપાય છે એટલે નાને નફે વેપાર બેજે જ નહિ.
લડાઈ પછી વેચનાર તરીકે ઘણી ખરી જગ્યાએ હવે સ્ત્રીઓ કામ કરે છે. તેઓ બોલવામાં કુશળ હોય છે. તેમને શરૂઆતને પગાર અઠવાડિયે બે પાઉન્ડ હેય છે, છ માસે પાંચ શિલીંગ વધતો જાય છે. આ કેટલું ઊંચું ધોરણ છે તે વિચારવાનું છે.
જ્યાંના મજુર પણ દર અઠવાડિયે ત્રણ પાઉન્ડ રળે તે દેશ કેમ ઊંચો આવ્યા વગર રહે. મજુર કે કામ કરનારી બાઈ પણ પગાર લે તેટલું જ કામ આપે છે. આપણે ઘેર બે ઘાટી, રસ, માળી અને લાવનાર મૂકનાર એમ પાંચ માણસ રાખીએ અને છતાં જરૂર વખતે એક પણ ચીજ વ્યવસ્થિત હોતી નથી એમ અહીં બનતું નથી. પાંચે માણસનું કામ એક “મેડ” maid કરે છે, પણ એની ફરજમાં વાંધો આવતો નથી. વખતસર હાજર થાય અને ઠરાવ પ્રમાણે વખત પૂરો થાય એટલે ચાલવા માંડે; નોકરીના વખત દરમ્યાન બીજી પંચાત નહિ. એની વ્યવસ્થાની વાત લખી જાય તેમ નથી. સર્વ બાબત નિયમસર કરે છે અને તમે જે હુકમ કર્યો હોય તેને બરાબર અમલ થાય છે. બોલવામાં વિનય અને પ્રેમ દેખાય છે અને “થેંક્યું કે “સોરી ને પાર નહિ. આ સર્વ વિચારવા–અનુકરણ કરવા ગ્ય છે. લડનનાં પરાંઓ.
તા. ૧૬ મીએ ક્રિસ્ટલ પેલેસ Crystal Palace કાચને મહેલ જેવા ગયે. એ લગભગ સાત માઈલ દૂર છે. બસમાં અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com