________________
લંડન
કીટલ પેલેસ
૧૪૧
તેમને મફત દાખલ કરે છે. અમે ગયા ત્યારે ત્રણેક હજાર વિદ્યાર્થી હતા. તેઓના શિક્ષકે તેમની સાથે રમે, ફરે, કોઈ દેડાદેડીકરે–ગમે તેમ કરે. અને ચારે બાજુનું સૌદર્ય એવું કે મગજને શાંત કરી નાખે. મેળા હતા, તેમાં અનેક ચીજો મળે. છોકરાઓને કેળવણી આપવાની પદ્ધતિ તદ્દન જુદા પ્રકારની છે. વાતોમાં જ જ્ઞાન મળે. ( ક્રીસ્ટલ પેલેસ બાંધવા પાછળ ૧૫ લાખ પાઉન્ડને ખર્ચ થયું છે. તેની આજુબાજુ ૨૦૦ એકર જમીન પર વિધાનાં અનેક સાધન છે. ઊંચાઈ પણ ઘણું છે. બાજુમાં બે મોટા મિનારા છે. અંદર એક જબરજસ્ત ઘડિયાળ છે. વચ્ચે એક સુંદર થીએટર (નાટયગ્રહ) છે. આખો પેલેસ જોતાં ઘણું જાણવા જેવું મળે તેવું લાગ્યું. અહીંના વિધાર્થીઓની તંદુરસ્તી અને રમત જોઈ ત્યારે તે બાબતમાં આપણે હજુ કેટલા પછાત છીએ તેને કાંઈક ખ્યાલ થયો. અહીં પક્ષીઓનાં, ફૂલનાં અને કુતરાનાં પ્રદર્શન થાય છે ત્યારે બહુ જેવા જેવું હોય છે. ક્રીસ્ટલ પેલેસ તે ચમકતે બિલોરી કાચને મહેલ છે અને ઘણો વિશાળ અને કારગિરીને નમુને છે. એ લંડનની દક્ષિણે આવેલ છે.
દાખલ થવાની ફી એક શિલીંગ ત્રણ પેન્સ છે. ગુરૂવારે બે શિલીંગ અને છ પેન્સ હોય છે. કોઈપણ મકાન જાહેર હોય છે તેમાં દાખલ થવાની શી જરૂર રાખે છે. મેટા બગિચામાં કેટલીક વાર નથી હોતી. ફીની આવક ઘણું મોટી થાય છે અને તેમાં તેના રક્ષણ રિપેરને ખર્ચ નીકળી આવે છે. લડાઈના વખતમાં અહીં સિપાઈઓને રાખવામાં આવ્યા હતા. લંડન આવનારે આ મહાલય જરૂર જોવા જેવું છે. જતાં આવતાં પરાંઓનાં મકાનોની ગોઠવણ પણ જરૂર નીહાળી લેવી. બસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com