________________
૧૩૮
યુરોપનાં સંસ્મરણે
ઇંગ્લડ
લઈ શકે બાદ ત્રણ જ નહિ,
દુકાનમાં છે. ત્યાં પણ ભાવ તો એકજ. માલ બતાવવાને ઉત્સાહ, વેચવાની કુશળતા, બોલવાની ચાલાકી વિગેરે બહુ સુંદર હોય છે અને ઘરાકને પ્રેમ અને વિશ્વાસ એ તે જમાવી શકે કે ઘરાકને દુકાને ચઢયા પછી ઉતરવાનું મન થાય નહિ. અહીંની નાની દુકાનમાં window-dressing માલને રસ્તા ઉપર બતાવવાની પદ્ધતિ બહુ સારી છે. દુકાનમાં કઈ ચીજ મળે છે તે રસ્તા ઉપરથી જ જોઈ શકાય. આપણે હેબી રોડ ઉપર થોડી દુકાનમાં રસ્તાની બારીને શણગાર જોઈએ છીએ એ અહીં પ્રત્યેક દુકાને સાધારણ છે. અંદર ગયા પછી તમે માલ જુઓ ત્યારે એક માગે તે પચીશ ચીજ રજુ કરે. નાના દુકાનદાર તરફથી પણ ભાવમાં ફેરફાર તે નજ થાય, પણ તમે વ્યાપારી છે તે કમીશન લઈ શકો. આ કમીશનમાં વધઘટ થઈ શકે છે એટલા પૂરતી જુદી વાત, બાકી ત્રણ પાઉન્ડની ચીજ બતાવી તેના બે પાઉન્ડ એગણીશ શીલીંગ લે નહિ. તમને પાલવે તે લે, નહિત ચાલ્યા જાઓ; પણ એ બેલેલ ભાવમાં ફેરફાર કરશે નહિ. અંગરેજો મેટા પાયા ઉપર વેપાર કરી શકે છે તે તેનું આ વ્યવહારકુશળપણું છે. એ ઉપરાંત એક બીજી એટલી જ અગત્યની વાત એ છે કે તમે માલ લઈ તમારો કાર્ડ આપી પૈસા ચૂકવી ચાલ્યા જાઓ અને ઘેર આવી બારોબાર આવેલે માલ મેળવી જુઓ તે કદિ પણ એક ચીજ ઘટશે નહિ અથવા ભળતી આવી ગઈ છે એમ જણાશે નહિ. આ પ્રમાણિકપણું આખા દેશમાં પ્રવર્તે છે. અહીં ઘરાકને ચીરવાની વૃત્તિ નથી જણાતી પણ ઘરાકી જમાવવાની આવડતના પદાર્થપાઠ દેખાય છે. રાજી થએલે ઘરાક બીજા ઘણાં ઘરાક મેળવી આપે છે એ સૂત્ર તેઓ સમજે છે અને નફે ગમે તેટલા ટકા ખાશે પણ પંને
માં ફરતd
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com