________________
લંડન . . નાટક
૧૨ તરીકે જેવું હોય તે ઈગ્લાંડમાં જેવું. કળાવિધાનમાં તે કાન્સ પણ એટલું જ સુંદર છે પણ તે મર્યાદા ઓળંગી જાય છે એમ આપણી પાર્વાત્ય આંખને લાગે છે.
નાટકની ટીકિટના ભાવ પણ ઘણા આકરા છે. રચેસ્ટ્રાની ટીકીટના શી. ૧૪ પેન્સ ૬ છે અને બે શિલીંગ તેના ઉપર સરકારને કર છે. પીટને ભાવ બે શિલીંગ હોય છે તેમાં જદી બેસવા માટે છ વાગ્યાથી સાંજે લેકે કયુ (હાર) માં ઊભા રહે છે. એક બીજાની અગાડી ધક્કામુક્કી કરીને તે કઈ જાય જ નહિ. અહીં કેટલીક નાટકશાળામાં બીડી પીવા દેવામાં આવે છે. એ બહુ ખરાબ છે; કારણ કે એક તે અહીં ઠંડી હવાને કારણે બધું બંધ હોય છે અને તેમાં ધુમ્રપાનના ગેટેગોટા નીકળે તે ઠીક લાગતું નથી. અમેરિકને આ નાટક બહુ જુએ છે. | નાટકમાં સીનસીનેરી સારા હોય છે પણ તે કરતાં પાત્રના એકટીંગ (અભિનય) ઉપર અહીં વધારે ધ્યાન અપાય છે. સારા એટરના ફેટા આવે, તે વધારે વખણાય તે મેટા ઉમરાવ કુટુંબમાં પરણી જાય અને મારે ત્યારે વેસ્ટમિન્સ્ટર એબીમાં સ્થાન મળે એટલું અહીં વીરપૂજન છે. ગમે તે કાર્યપ્રદેશમાં કોઈ સારે થાય તેની અહીં જાહેર રીતે કીમત થાય છે અને તે વાત આપણા દેશમાં ખાસ અનુકરણ ગ્ય છે. લંડનમાં કઈ પણ નાટક કે ડાન્સીંગ હાલ ૧૫ પછી ઉઘાડે રહી શકતો નથી. બધાં નાટકો તે પહેલાં પૂરાં થવાં જ જોઈએ અને લંડનની પિલિસ જે આખી દુનિયામાં વખણાય છે તે આ નિયમને બરાબર અમલ કરે છે. એમાં કાંઈ ગફલત ચાલતી નથી. અહીં દરેક માણસ પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com