________________
૧૨૭
લંડન
નાટક બ્રિટિશ મ્યુઝીઅમ.
એક દિવસ બપોરે બ્રિટિશ મ્યુઝીયમમાં માનવવંશવિદ્યા (ethnology)ના વિભાગમાં ગયે. ત્યાં દરેક દેશના રાંધવાનાં પહેરવાનાં સામાને ઘરેણાંઓ અને દરેક જૂદી પડતી ચીજો ગોઠવેલી છે. તેમાં સીઆમ, ચીન, હિંદુસ્થાન, મેકસીકે, ઈજીપ્ટ, બ્રાઝીલ, પેરૂ, બરમા વિગેરે અનેક દેશવાર વિમાગે છે અને દરેક વસ્તુ કેવી રીતે પહેરવામાં આવે છે, કયાં પહેરવામાં આવે છે અને તેને ઉપયોગ શો છે તેની કુલ વિગત છાપેલી હોય છે. આ વિભાગ જોતાં દિવસે થાય પણ પૂરું થાય તેમ નથી. વાંચવા બેસીએ તે થાકી જઈએ. દરેક દેશના અવનવા પોશાક ઘરેણાં વિગેરે જોતાં બહુ મજા આવે છે. શરીરને સુંદર દેખાડવા લોકો કેવા કેવા પ્રયત્ન કરે છે તે ખરેખર જોવા જેવું છે. કેટલાંક ઘરેણાં તે આપણને વિચિત્ર લાગે, કેટલાક પહેરવેશ આપણને જંગલી જેવા લાગે-પણ એ સર્વને સંગ્રહ અહીં બહુ સુંદર રીતે કર્યો છે. એનાં પુતળાંઓ પણ સાથે રાખી તેને પિશાક પહેરાવી કેટલીક જગાએ બતાવ્યાં છે. આ વિભાગ જોતાં તે દિવસો થાય તેમ છે. તેના બાર ઓરડા છે તેમાંથી મેં બે જયાં. બ્રીટીશ મ્યુઝીઅમમાં તે હજુ ઘણું જોવાનું છે. વખત થઈ જવાથી ફરીવાર આવવાનો વિચાર રાખી આજનું કામ પૂર્ણ કર્યું. નાટક.
આજે રાત્રે No No Nenette ને ને તેનેટને બહુ પ્રસિદ્ધ ખેલ જોવા ગયે. એ ખેલ સવા વર્ષથી ચાલે છે. રવિવાર સિવાય દર રાત્રીએ થાય છે. બુધ અને શનિવારે બપોરે અને રાત્રે બે ખેલ હોય છે. અઠવાડિયા પહેલાથી ટીકિટ મળતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com