________________
૧૨૬
યુરોપનાં સંસ્મરણે
ઈંગ્લાંડ
આ રાજમહેલ ઘણું વર્ષો સુધી રાજા રાણીને રહેવા માટે વપરાતે હતે. એનું ચિત્રકામ બહુ જોવા લાયક છે. એના દરેક ખંડમાં ફરતાં અનેક વાત યાદ આવે છે. અહીં સ્વીફટ, પિપ, કોન્ટીવ, એડીસન-વિગેરે આવી ગયા હતા અને આ મહેલનું વર્ણન જુદી જુદી રીતે કરી ગયા છે. વિલિયમ મરી ગયે ત્યારે વિટારીઆ રાણીને આ મહેલમાં તેણીને ગાદી મળવાના સમાચાર આચબીશપ ઓફ કેન્સરબરિએ રાત્રે બે વાગે આપ્યા હતા. આલ્બર્ટ મેમેરીઅલ.
એ મહેલની નજીકમાં પ્રીન્સ કેન્સર્ટનું બાવલું પાંચ લાખ રૂપીઆ ખરચીને બનાવ્યું છે તે બહુ જોવાલાયક છે. એમાં એક બાજુ વ્યાપાર, Commerce, બીજી બાજુ ઇજનેરી Engineering, ત્રીજી બાજુ યંત્ર કામ Manufacture અને ચોથી બાજુ ખેતીવાડી Agriculture નાં રૂપકો (Personifica tions) સાથે તે દરેક લાઈનમાં કામ કરનાર–નામ કાઢનારના પથ્થરનાં બાવલાં મૂક્યાં છે તે ખરેખર જોવા લાયક છે. એક દેશ પિતાના આગેવાનું કઈ કઈ રીતે સ્મરણ કરે છે તેને
ખ્યાલ આવે તેવું છે. એમાં સારા ગાયક, કવિ, શીલ્પી, પુતળાં બનાવનાર અને ચિત્રકારને સ્થાન મળ્યાં છે. એનું નામ “આલ્બર્ટ મેમોરીયલ’ કહેવાય છે. આ યાદગિરી મહારાણી વિટારીઆના પતિ પ્રિન્સ કોન્સર્ટની છે અને મોટે ભાગે ફંડ કરીને એકઠી કરેલ રકમનું પરિણામ છે. એમાં ઝનું પૂતળું આલ્બર્ટનું છે તે જરા માપમાં ઠીક લાગતું નથી પણ દરેક વિજ્ઞાન વ્યાપારાદિના આગેવાન બ્રીટિશને એમાં કેવું સ્થાન મળ્યું છે તે જોવા લાયક છે. લંડન જનારે આ મેમોરીઅલ જરૂર જોવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com