________________
લંડન
કેન્સટન પેલેસ
૧૨૫
પાળ ઉપર અને બન્ને બાગને જુદા પાડનાર સરપન્ટાઈન (Serpentine) ની અંદર અને કિનારા પર લોકો બહુ મજા કરે છે. બેન્ડ ચાલતું હોય ત્યારે ખુરશી પર બેસવાની શી ત્રણ પેની પડે છે. મનુષ્ય સ્વભાવનું બારીક અવલોકન કરવાનું આ સ્થાન છે. અંગરેજો ઓળખાણ વગર વાતચીત કરતા નથી પણ આપણે મર્યાદિત રીતે તેમની હીલચાલ જોઈ શકીએ છીએ. ચારે તરફ લીલોતરી અને બાળકોનો આનંદ, પાસે સર્પાકાર નદી જેવા સરવર વચ્ચે સેંકડો હેડીઓ અને ચારે તરફ પુરૂષ સ્ત્રીઓએક વખત આ આનંદનું દર્શન કરવા યોગ્ય છે.
હાઈડપાર્કમાં ખરાબ સ્ત્રીઓ આવે છે એમ સાંભળ્યું હતું. રાત્રે આઠ વાગ્યા પછી મેડી રાત્રે સારા માણસે ત્યાં જતા નથી. જાય તે કાંઈ વાંધો નહિ, પણ એવા સંસર્ગથી દૂર રહેનારે મોડી રાતના એકલા જવું ઠીક નહિ, હાઇડપાર્કમાં સાંજે ઘણીવાર ઘણું સુંદર બેન્ડ વાગે છે. કેન્સીંગ્ટન પેલેસ.
હાઈડપાર્કની સામે કેન્સીંગ્ટન ગાર્ડન છે તેમાં કેન્સીંગ્ટન પેલેસ છે. ત્યાં વિકટેરીઆ રાણી જન્મ્યા હતા અને ગાદી મળી ત્યાં સુધી ત્યાં રહેતા હતા. મહેલ સારે છે પણ મોગલ શહેનશાહના મહેલો જે વૈભવ ત્યાં નથી. સારા પિઇન્ટીંગ અહીં પણ છે. એની સામે એક સુંદર નાનો બગિચો છે તે બહુ સાર છે. વિવિધ પુષ્પો એમાં એવી સારી રીતે ગોઠવાયેલાં છે કે જોતાં સૃષ્ટિસૌંદર્યનું ભાન થાય. વચ્ચે ફુવાર અને ચોતરફ લીલોતરી આનંદ આપે તેવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com