________________
લંડન
લંચમાં શિષ્ટાચાર
૧૨૩
ઓછી છે અને તેમણે ખાસ નામના મેળવી હોય તેમ, છૂટાં છવાયા કેસો બાદ કરીએ તો, જણાતું નથી. વિધાર્થીઓની પરિસ્થિતિ પર હજુ ઘણું જાણવાનું હોવાથી હું કઈ પણ પ્રકારના છેવટના મત ઉપર આવી શક્યો નથી. લંચમાં શિષ્ટાચાર
બીજે દિવસે રવિવાર હતે. મી. વિલ્સન સોલિસિટરને ત્યાં બપોરે મારે લંચ લેવા જવાનું આમંત્રણ હતું. તેઓ છે. જેના વિલ્સન જેણે પહેલી સંસ્કૃત ડિકશનરી બનાવી અને જેણે કવિ કાળીદાસને જગજાહેર કર્યા તેના પાત્ર થાય છે. તેમને ત્યાં સંસ્કૃત ગ્રંથને સંગ્રહ ઠીક દેખાયો. પિતાને સંસ્કૃત જ્ઞાન નથી પણ શેખ ખરે. તેમણે મને પૂછીને એક સિવિલિયન વાનપ્રસ્થ ગૃહસ્થ અને તેમની સ્ત્રીને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. વિલાયતમાં એ શિષ્ટાચાર છે કે કોઈને પારટી સિવાય ઘરે આમંત્રણ આપવું હોય તે તેની સાથે બીજા કોને આમંત્રણ કરવું છે તે તેને જણાવવું જોઈએ. જેમને મેળ ન ખાય તેવાને એકઠા કરવાથી બધાની મજામાં ભંગ પડે છે. આપણે અરસ્પરસ વિરૂદ્ધ વિચાર વાળાને જમવા માટે સાથે લાવીએ તે વ્યવહાર અહીં નથી.
લંચમાં મારે માટે ખાસ વેજીટેબલ તૈયાર કર્યા હતાં. સિવિલિયન ગૃહસ્થ બહુ વૃદ્ધ હતા. તેમણે મદરાસ બાજુનો સારે અનુભવ લીધા હતા. તેમની સાથે હિંદુસ્થાન સંબંધી બહુ આનંદદાયક વાત થઈ. તેમના વૃદ્ધ પત્ની પણ બહુ આનંદી હતા. તેઓને પેન્શન મળે છે. આયરલાંડમાં એસ્ટેટ લઈ મજા કરે છે અને આનંદમાં જીવન વ્યતીત કરે છે. તેમને વૃદ્ધ તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com