________________
લંડન
સંગ્રહાલયે
૧૩૩
અનેક યંત્રની રચના બતાવી છે. એ ઉપરાંત પહેલા માળમાં દરેક પ્રજની જુદા જુદા કાળની વહાણ રચના બતાવી છે. - પશ્ચિમની ગેલેરીમાં ઘડિયાળ અને કેનમીટરનો ઉત્તમ સંગ્રહ છે. હાલ આ આખો વિભાગ રીવાર ગોઠવાય છે. અંગરેજ પ્રજા અત્યારની સ્થિતિએ કેવી રીતે આવી છે તેને ઊંડે અભ્યાસ આ સંગ્રહસ્થાન જોતાં થાય છે. એમાં દૂરબિને અને વિજ્ઞાન તથા ખગોળ વિદ્યાનાં ય, સાધન અને હથિયારને અપૂર્વ સંગ્રહ પણ સામેલ છે. ઇમ્પીરીયલ વાર મ્યુઝીઅમ
છેલ્લા મહાવિગ્રહની અનેક પ્રકારની વિગતવાળાં ચિત્રથી ભરપૂર આ સંગ્રહસ્થાન ક્રીસ્ટલ પેલેસમાંથી સાઉથ કેન્સીંટન રોડ પર લાવવામાં આવ્યું છે. લડાઈ દરમ્યાન લીધેલા અનેક ફટાચાફનો અહીં મોટે સંગ્રહ છે અને વહાણેના, ૧૮૬૦ થી અત્યાર સુધીના ફટાઓ છે. નેચરલ હિસ્ટરી મ્યુઝીઅમ.
વિજ્ઞાનના શોખીન માટે આ સંગ્રહ અદ્વિતીય છે. એ શેખ ન ધરાવનારને એ નકામે છે. એ સંગ્રહસ્થાન આખી દુનિયામાં વિજ્ઞાનની નજરે પ્રથમ પંક્તિ ધરાવે છે. એમાં પ્રાણીવિધાને અભ્યાસ કરાય તેવાં અનેક પક્ષીઓ છે, એમાં માછલી, વહેલ જાતની માછલીઓ, સર્પો, જીવડાઓ અને શંખના સંગ્રહને પાર નથી. એક વિભાગમાં હાથીદાંતને સંગ્રહ છે. એક સ્થાને આકાશમાંથી પડેલા પથ્થરને સંગ્રહ છે. બૅટનીને વનસ્પતિશાસ્ત્રને વળી જુદો વિભાગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com