________________
૧૩
યુરેપનાં સંસ્મરણે
ઇંગ્લડ લંડનમાં જનારે આ સર્વ મ્યુઝીઅમે જરૂર જોવા જેવાં છે. એનું વર્ણન કરવું મુશ્કેલ છે. બાકી જેને જે વિષયને શેખ વધારે હોય તેને તેને રસ વધારે પડે એ ઉઘાડી વાત છે. એકદરે આ સર્વ સંગ્રહસ્થાને જરૂર મુલાકાત લેવા લાયક છે.
કેવેલરેડ ટુડન્ટસ હેમ.
ત્યાંથી આગળ ચાલી કેવેલ રેડપર ગયા. ત્યાં સરકાર તરફથી, હિંદુસ્થાનથી જે વિદ્યાર્થી પ્રથમ આવે તેને સગવડ કરી દેવાનું સ્થાન છે. 21 Cromwell Road, South Kensington s. W. 7 ના ઠેકાણે પ્રથમ ખબર આપીને ત્યાં વિદ્યાર્થીથી એક માસ રહી શકાય છે. હાલ બે પાઉન્ડ દર અઠવાડિયે આપવા પડે છે. ત્યાં સગવડ સારી છે. સરકાર તરફથી એક Warden ત્યાં રહે છે. બેનરજી નામના વાર્ડન હાલ છે તેમની સાથે બહુ આનંદથી મેં કલાક સુધી વાત કરી. તે કોઈ પણ વિધાર્થી માટે બનતું કરવા તૈયાર છે. અહીં વિધાર્થીઓને ખાનગી કુટુંબમાં રહેવાનું હોય છે અને તેવી રીતે વિદ્યાર્થીઓને રાખનારા સારા કુટુંબનું તે લીસ્ટ રાખે છે અને વિધાથીઓને ત્યાં ભલામણ કરી મોકલી આપે છે. તેમના કહેવા પ્રમાણે તે, સરકારે સારા ઇરાદાથી આ ખાતું સ્થાપ્યું છે પણ વિદ્યાર્થીઓ એ ખાતાને જાસુસ તરીકે ગણે છે અને ઈડીઅન વિધાર્થીઓ ઉપર નજર રાખવા સરકારની આ યુક્તિ છે એમ માને છે. તેમની સાથે મારે ઘણું વાત થઈ. વિધાર્થીઓ કેમ ખરાબ લતમાં પડે છે તે તેમણે સમજાવ્યું. અભ્યાસ માટેની સગવડ કરવાનું કાર્ય હાઇકમીશનરની એફીસમાંનું કેળવણીખાતું કરે છે. હાલ એ ખાતાના ઉપરિ મી. સેન છે અને તેમને જરૂર મળવા મને કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com