________________
૧૧૮ યુરેપનાં સંસ્મરણો
ઈંગ્લાંડ ફેરવી જવા લાયક છે. ખાસ કરીને બીજા રામેસીસનું નમન કરતું પૂતળું (નં. ૫૮૪), અને સાધુ અને તેની પત્નીનું પુતળું (નં. ૫૬૫) સુંદર છે.
ઉપરને માળે ચાર ઈજીપ્શીઅન રૂમો છે. એમાં રાજા અને ઉમરાવનાં શબેને (mummies) ખુશબોદાર પદાર્થ ભરીને બહુ સારી રીતે જાળવી રાખ્યા છે. સૈકાવાર એ કળા ધીમે ધીમે કેટલી ઓછી થતી ગઈ તે તેમાં માલૂમ પડી આવે છે. કેટલીક બિલાડીઓનાં મમીઓ પણ ત્યાં દેખાય છે. કોઈ કોઈ તે ઈ. સ. પૂર્વે ૭ હજાર વર્ષનાં જૂનાં છે. બાજુમાં ઈજીપ્તના બીજા બે ખડે છે તેમાં ઈંટ ઉપર રાજાઓનાં નામો લખેલાં છે. ઉત્તર ગેલેરીમાં સીપ્રીઅન અને ફીનીશીઅન પુરાણું ચીજોને સંગ્રહ છે.
વાઝ રૂમે (Vase rooms). ગ્રીક લકો માટીનું વાસણ કામ બહુ ઊંચા પ્રકારનું કરતા હતા તેના ઘણા ઓરડા છે. તેમાં માટીનાં વાસણને સંવતવાર ગોઠવ્યા છે, તે બહુ જોવાલાયક છે. એ ઘણાખરાં કબરમાંથી મળી આવેલાં છે અને કળાને બહુ સારી રીતે ખ્યાલ આપે છે. એમાં રકાબી, ચલાણું વિગેરે અનેક ચીજો મુકવામાં આવે છે. પછી પીતળકામને રૂમ આવે છે એમાં બ્રેન્ડના એતિહાસિક વાસણે અને ચીજોને સંગ્રહ છે. એમાં પૂતળાં પણ છે.
રોમન અને ગ્રીકજીવનના પ્રત્યેક પ્રસંગમાં વપરાતી ચીજોને સંગ્રહ ત્યારપછી આવે છે અને પછીના રૂમમાં સેના તથા હીરામાણેકના દાગીનાને સંગ્રહ છે. કેટલીક ઝીણવટથી દરેક પ્રજાનાં ઘરેણાં દરેક સૈકાના અહીં ગોઠવ્યાં છે તે આશ્ચર્ય ઉપજાવે તેવું છે અને દરેકની પાસે નાની ચીઠ્ઠીમાં તેનું વર્ણન, પ્રજાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com