________________
લંડન
વોલેસ કલેકશન
૧૧૫
પૂજ્યભાવ રાખે અને તેની પૂજા કરે તે પ્રજાને આદર્શ કેટલો ઊંચે રહે! અહીં ભાવવાહી ઉચ્ચ આદર્શશાળી વેસ્ટમીસ્ટર એબીમાં દટાવાની ભાવના બહુ બાલ્યકાળથી સેવે છે અને ત્યાં સ્થાન મેળવવા યોગ્ય કાર્ય કરવા તે પિતાના કાર્યપ્રદેશમાં મધ્યા કરે છે. એથી પ્રજા સામર્થ્ય અને એજસવાળી થાય છે. આપણે મરી ગયેલાનું સ્મારક કરવામાં ઘણા પછાત છીએ અને તેથી આપણું આદર્શ લુપ્ત થતાં જાય છે એ બહુ શકિજનક વાત છે. પ્રજાની ઉન્નતિમાં આવા આદર્શો મુખ્ય ભાગ ભજવે છે. લેસ કલેકશન.
બપોરે વેલેસ કલેકશન Wallace Collection જોયું. થેકરીની વેનિટિ ફેર વાંચી હશે તે આ સંગ્રહની ખૂબિ સમજશે. મારવીસ ઓફ હટકે અને તેના પછીના તેને બે વારસોએ આ અદ્ભુત સંગ્રહ એકઠો કર્યો છે. એમાં અનેક હથિયાર, સુંદર પેઇન્ટીંગ અને વસ્તુઓ પ્રજાને અર્પણ કરી છે. એની એકઠા કરવાની તે વખતની કિંમત ૪૦ થી ૭૦ લાખ પાઉન્ડ અંકાય છે. આ સંગ્રહ જરૂર જોવા લાયક છે. એમાં રેલ્ડ જેવા મોટા ચિતારાનાં અનેક ચિત્ર છે. કુલ સાતસોથી આઠ પેઈન્ટીંગે છે. લકરી બખતરે, ઘેડાનાં બખતર, તેમજ હથિ. યાને પાર નથી. જવાહીર, દાબડીઓ વિગેરે અનેક ચીજો નંબરવાર ગોઠવી છે અને તેની સામે તેનું વર્ણન છે.
આવા કરોડો રૂપીઆના સંગ્રહ રાષ્ટ્રને વારસામાં મળે અને તે સંગ્રહ નવીન પ્રજા જુએ ત્યારે દેશપ્રત્યેની ભક્તિ અને પિતાનું જ્ઞાન વધે. આવા દેશને આગળ વધવાને કેટલો અવકાશ છે તે બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com