________________
યુરોપના સંસ્મરણે .
ઈંગ્લાંડ
મુસાફરી ગોઠવી આપે છે અને હોટેલો પણ ગોઠવી આપે છે. અજાણ્યા મુસાફરને મેટી સગવડ છે. મારે તે ત્યાં ખાતું ખોલવાનું હતું તે કામ પ્રથમ દિવસે (તા. ૨-૬-૨૬) કર્યું.
‘ડરબી.” આજે ડરબીને જાણ દિવસ હતો. ડરબીની શરત જુન માસના પહેલા બુધવારે રમાય છે. ત્રણ વર્ષની વયના ઘેડા તેમાં દોડે છે. તેની ઉપર કરોડોને જુગાર રમાય છે અને ક ઘેડે પહેલો આવશે તેની ચર્ચા છાપાઓમાં અને લોકોમાં પંદર દિવસથી ચાલે છે. એમાં એક ઘોડે બેવાર રમી શકતા નથી. ૧૮૨૪ ના કોઈ પણ દિવસે જન્મેલા ઘેડા ત્રણ વર્ષના આ વર્ષની રમત માટે ગણાય છે અને તેથી એકજવાર દરેક ઘોડાને આ શરતમાં ઉતરવાનો સંભવ છે. તે દિવસે લગભગ ૨૦ લાખ માણસ ડાઉન્સ-એપ્સમમાં જાય છે; કઈક ધૂતારા પણ ત્યાં આવે છે. આ વર્ષે સવારથી વરસાદ સખત હતું અને ઊભા રહેવાની જગ્યા મળે તેમ નહોતું.
આ દિવસ ખૂબ વર્ષાદ પડ્યો. ઠંડી ઘણી, હું કેટલીક જગ્યાએ બપોરે ફરી આવ્યું. પણ અજાણ્યો હોવાથી આજે તે ટેક્સીની મદદ લેવી પડી. પેરિસની સુંધી ટેક્સી પાસે લંડનની ટેકસી બહુ મોંધી લાગી.
વ્યવહારલંડનના રસ્તા પેરિસના જેવા સુંદર ન લાગ્યા. અહીં જૂના મકાને પણ ઘણું છે. બાંધણું સારી તે ખરી પણ સામાન્ય રીતે પારિસ આગળ ટકી શકે નહિ.
લંડન શહેરમાં ટેકસી ઘણી છે, ટ્રામ મધ્ય શહેરમાં બીલકુલ નહિ. લંડનની વસ્તી ૭૨ લાખની એટલે ટ્રામ રસ્તો રોકે તે બીજે નહિ, તેથી ત્યાં બસ ઘણું છે. ઘણી સગવડવાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com